જ્યોતિષ શાસ્ત્રમાં, ગ્રહોનું પરિભ્રમણ દરેકને અસર કરે છે. કેટલીકવાર એકથી વધુ ગ્રહો એક જ રાશિમાં આવે છે. તેનાથી રાજયોગનું નિર્માણ થાય છે. હાલમાં દેવગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં બિરાજમાન છે. સાથે જ બુધ અને સૂર્યનો પણ મીન રાશિમાં પ્રવેશ થયો છે. હવે ૨૨ માર્ચે ચંદ્ર પણ મીન રાશિમાં પ્રવેશ કરશે.
ગજકેસરી યોગ, નીચભંગ યોગ, બુધાદિત્ય યોગ અને હંસ યોગ આ ચાર ગ્રહોના મહાન સંયોગથી રચાઈ રહ્યા છે. એકસાથે ચાર રાજયોગની રચનાનો સંયોગ પૂરા ૧૦૦ વર્ષ પછી બની રહ્યો છે. જેનાથી ચાર રાશિને ખૂબ મોટો ફાયદો થશે.
વૃષભ: ચાર રાજયોગના કારણે વૃષભ રાશિના જાતકોને ભારે લાભ થશે. તેમની આર્થિક સમસ્યાઓ જડથી ખતમ થઈ જશે. ભાગ્ય તેમનો સાથ આપશે. તેઓ જે પણ કામમાં હાથ લગાવશે તેમાં તેમને સફળતા મળશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ઘરમાં સુખ- શાંતિ રહેશે.
સ્થાવર મિલકતના મામલાઓ તમારા પક્ષમાં રહેશે. પતિ- પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે. સુખદ પ્રવાસ પર જઈ શકો છો. ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. લગ્નના યોગ બની શકે છે.
મિથુન: મિથુન રાશિના લોકોને પણ આ ચાર રાજયોગનો સારો લાભ મળશે. તેમના સારા દિવસો શરૂ થશે. ભાગ્ય તમારો સાથ આપશે. સમાજમાં તમારું માન- સન્માન વધશે. વેપારમાં મોટો ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન થશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે.
બેરોજગારોને નવી નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. કોર્ટ કેસ તમારી ફેવરમાં રહેશે. સંતાન તરફથી તમને સુખ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક યાત્રા થશે. ભગવાનમાં શ્રદ્ધા વધશે. મિત્રોથી લાભ થશે.
કન્યા: કન્યા રાશિ પણ આ ચાર રાજયોગનો પૂરો લાભ ઉઠાવશે. નવું મકાન કે વાહન ખરીદવાની તક મળી શકે છે. જીવનમાં સુખ- શાંતિ રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. દુશ્મન તમારી આગળ ઘૂંટણિયે પડશે. પૈસાની બાબતમાં મોટો ફાયદો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
પૈસા કમાવવાનું નવું માધ્યમ મળશે. જૂના રોગોથી છુટકારો મળશે. સ્વાસ્થ્યમાં મોટો સુધારો થશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધના મામલામાં સફળતા મળશે.
કુંભ: કુંભ રાશિના જાતકોને પણ આ રાજયોગોથી ઘણો ફાયદો થશે. તેમના જીવનના તમામ દુ:ખનો અંત આવશે. જીવનમાં સુખ- શાંતિ રહેશે. સંતાન તરફથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. કામના સંબંધમાં બહાર જઈ શકો છો. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે.
અટવાયેલા કામ સમયસર પૂરા થશે. લોકો તમારા ચાહક બની જશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા ઘરે નવો મહેમાન આવી શકે છે. તેમના આવવાથી ધન લાભ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)