૧૩ ફેબ્રુઆરી સુધી શનિની રાશિમાં સૂર્ય! ત્રણ રાશિને મળશે ડગલે ને પગલે સફળતા- પૈસા..

RELIGIOUS

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગોચર ખુબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામા આવે છે. સૂર્યદેવનું રાશિ પરિવર્તન દરેક રાશિના જાતકો પર મોટો પ્રભાવ પાડે છે. ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ એ સૂર્યદેવે રાશિ પરિવર્તન કરીને શનિદેવની રાશિ મકરમાં પ્રવેશ કર્યો છે. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સૂર્યદેવ મકર રાશિમાં જ ગોચર કરશે.

ત્યાર પછી સૂર્યદેવ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે અને શનિદેવ સાથે યુતિ કરશે. સૂર્યદેવ કુંભમાં ગોચર પહેલાનો સમય ત્રણ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. ચાલો જાણીએ કે કઈ ત્રણ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ ફળદાયક છે.

મેષ: મેષ રાશિના જાતકોને સૂર્ય ગોચરથી ઘણા લાભ મળશે. ખાસ કરીને કરિયરની બાબતમાં સૂર્યદેવ શુભ ફળ આપશે. ૧૩ ફેબ્રુઆરી સુધીનો સમય નોકરી અને વ્યાપારીઓ બંને માટે શુભ રહેશે. વ્યાપાર વિસ્તાર માટે આ સમય સારો છે. તેમજ નોકરી કરતા જાતકોને નવી તકો મળશે. બેરોજગાર જાતકોને પણ નોકરી મળશે.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે સૂર્યદેવનું ગોચર ખૂબ જ શુભ છે. સૂર્યદેવ સિંહ રાશિના સ્વામી છે. સૂર્યદેવ મકર રાશિમાં હોવાથી સિંહ રાશિના જાતકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. કરિયરમાં પ્રગતિના યોગ છે. કાર્યસ્થળ પર તમારું સન્માન વધશે. આત્મવિશ્વાસ વધવાથી તમારા બધા કામ પૂરા થશે. પરિવારમાં ખુશીઓ પણ આવશે.

મીન: સૂર્યદેવનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે પણ લાભદાયક છે. મીન રાશિના સ્વામી ગુરુ અને સૂર્યદેવ મિત્ર ગ્રહો છે. એટલા માટે સૂર્યદેવ મીન રાશિના જાતકો માટે દયાળુ છે. ૧૩ ફેબ્રુઆરી સુધી સૂર્યદેવ મીન રાશિના જાતકોને ઘણી રીતે લાભ આપશે.

શેરબજારથી લાભ થશે. ધન લાભ થવાના યોગ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યાપારીઓની આવકમાં વધારો થઈ શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *