સૂર્ય ખુબ મહત્વનો ગ્રહ છે અને તેની સ્થિતિમાં થતો ફેરફાર દરેક રાશિ પર મોટી અસર કરે છે. ગ્રહોના રાજ સૂર્ય દર મહીને રાશિ પરિવર્તન કરતા રહેતા હોય છે. આ મહિનાની ૧૭ તારીખે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ૧૬ નવેમ્બર સુધી આ રાશિમાં જ રહેશે. તેની સાથે જ ૧૭ ઓક્ટોબર ૨૦૨૧ થી પાંચ રાશિના જાતકો માટે અઘરો સમય શરુ થઇ જશે.
વૃષભ: સૂર્યનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે યોગ્ય નથી. તેમને ૧૭ ઓક્ટોબરથી આવતા એક મહિના સુધી સંભાળીને રહેવું પડશે. તેમને આ સમય કરિયર, સંપત્તિના મામલે સાવધાનીથી વિતાવવો જોઈએ. સાથે જ લોકો સાથે વાદ- વિવાદ કરવાથી બચવું જોઈએ.
મિથુન: મિથુન રાશિના લોકોએ આ સમયે ચર્ચા અને વાદ વિવાદથી બચવું જોઈએ, નહીંતર તેનાથી નુકસાન થઇ શકે છે. ખાસ કરીને કાર્યસ્થળ પર શાંતિ અને ધીરજથી જ કામ લેવું.
કર્ક: જર્જ રાશિના જાતકોને સૂર્યના તુલા રાશિમાં રહેવા દરમિયાન કારકિર્દીમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી કરીને આ સમય શાંતિથી નિકાળી લેવો નહીંતર મોટું નુકસાન થઇ શકે છે. કેટલાક જાતકોની નોકરી પર સંકટ આવી શકે છે. કોઈની પણ સાથે ઝગડો કરવાથી દુર જ રહેવું આ સમય દરમિયાન.
કન્યા: કન્યા રાશિના જાતકો માટે આ સમય ધન હાનિ અને માનહાનીનું કારણ બની શકે છે. જેથી બન્ને મામલે સંભાળીને ચાલવું. સ્વાસ્થ્યનું ધ્યાન તો ખાસ આ મહિનામાં રાખવું.
કુંભ: કુંભ રાશિના જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન આત્મવિશ્વાસમાં ઘટાડો લાવનારું સાબિત થશે. આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે. પરિવારમાં દરેક સભ્યોની સાથે સારો વ્યવહાર કરવો, નહીંતર સબંધોમાં અંતર આવી શકે છે.