જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનથી રાશિઓ પે શુભ- અશુભ પ્રભાવ પડે છે. ગુરુ બૃહસ્પતિ ૨૯ જુલાઈએ મીન રાશિમાં વક્રી થયા હતા. તેઓ ત્યાં ૨૪ નવેમ્બર સુધી તે અવસ્થામાં રહેવાના છે. તેના કારણે ત્રણ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળશે. તમનું ભાગ્ય ચમકી શકે છે અને તેમનો ભાગ્યોદય થઈ શકે છે. ચાલો જાણીએ કઈ છે એ ત્રણ રાશિ.
વૃષભ: ગુરુ બૃહસ્પતિ વક્રી થવાથી વૃષભ રાશિના જાતકોને મહત્તમ લાભ મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ચારે બાજુથી પૈસા આવશે. નોકરીમાં પ્રમોશન થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. બોસ તમારા કામથી ખુશ થશે. તમારા કામની દરેક જગ્યાએ પ્રશંસા થશે. વ્યાપારમાં પણ લાભ થશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે.
પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂના રોગોથી છુટકારો મળશે. નવું વાહન ખરીદી શકો છો. તમે કોઈ કામ માટે દૂરના પ્રવાસ પર જઈ શકો છો. કરિયરમાં પ્રગતી જોવા મળશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. લગ્નના યોગ બની રહ્યા છે. એક સારો જીવનસાથી તમારા જીવનમાં પ્રવેશી શકે છે.
મિથુન: મીન રાશિમાં ગુરુ ગ્રહ વક્રી થવાથી મિથુન રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. નોકરી અને વ્યાપારમાં તમને ઘણો ફાયદો થશે. માં લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે. તમારી મહેનત ફળશે. જૂના અટકાયેલા કામો પૂરા થશે. રોકેયેલ પૈસા પાછા મળશે. પૈસા કમાવવાની નવી તકો મળશે. કોર્ટ- કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.
જો તમે પન્ના રત્ન પહેરો છો તો નસીબ તમને વધુ સાથ આપશે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. ભાગ્યના જોરે જ ઘણા બધા કામ પૂરા થશે. ભગવાનમાં શ્રદ્ધા વધશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. તમે કોઈ કામ માટે વિદેશ પ્રવાસ કરી શકો છો. નોકરીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાન તરફથી સુખ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
કર્ક: દેવ ગુરુ બૃહસ્પતિ વક્રી થવાથી કર્ક રાશિના જીવનમાં ઘણી બધી ખુશીઓનું આગમન થશે. તમારા દરેક સપના હકીકતમાં થતા દેખાશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. ઘરમાં બધાનું સ્વાસ્થ્ય ઠીક રહેશે. જીવનમાં એક નવો બદલાવ તમારું જીવન બદલી નાખશે. પ્રિયજનો સાથે સારો સમય પસાર કરી શકશો. ભાગ્ય તમને સાથ આપશે.
વ્યાપાર કરતા જાતકોને પણ ખુબ જ લાભ થશે. કોઈ મહત્વપૂર્ણ સૌદો નક્કી થવાથી મન પ્રસન્ન રહેશે. ધનની અછત જણાશે નહી. ઉધાર આપેલ ધન પાછુ મળશે. કોઈ ધાર્મિક કામથી યાત્રા થઈ શકે છે. સમાજમાં માન- સન્માનમાં વધારો થશે. લોકો તમને પસંદ કરશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)