૨૭ જુનથી આ રાશિઓના જીવનમાં મચશે હલચલ, મંગળ ગ્રહનું મેષમાં ગોચર મચાવશે તબાહી

RELIGIOUS

મંગળ જ્યોતિષમાં વિશેષ સ્થાન ધરાવે છે. મંગળનું ગોચર અનેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે. કેટલીક રાશિના જાતકોને આ ગોચરથી ફાયદો થશે, તો કેટલીક રાશિના લોકોના જીવનમાં હલચલ થશે. મંગળ ૨૭ જૂને પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે કઈ રાશિ પર તેની શું અસર પડશે.

મેષ: મેષ રાશિના લોકો નવો ધંધો શરૂ કરી શકે છે. તથા માતાપિતા પાસેથી પૈસા મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરો, તમને ચોક્કસ પરિણામ મળશે. મુસાફરી કરી શકો છો.

વૃષભ: માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ નોકરીમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે. વેપારમાં લાભ થશે.

મિથુન: મંગળ ગોચર દરમિયાન જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માતાનો સહયોગ મળવાની શક્યતાઓ રહેલી છે. ભોજનમાં રસ વધશે. વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે. તેથી આ સમયગાળામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

કર્ક: શિક્ષણ સંબંધિત કાર્યમાં તમને સુખદ પરિણામ મળશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓથી આવકમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તેના યોગ બની રહ્યા છે. ખર્ચમાં વધારો થશે. નવા મિત્ર બની શકે છે.

સિંહ: નોકરીમાં બોસ સાથે સારા સંબંધ રાખો. ઉન્નતિની તકો મળવાની શક્યતાઓ રહેલી છે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઈ શકે છે. તમને માન- સન્માન મળશે. સ્થળાંતરની શક્યતાઓ બની રહી છે. નવા મિત્ર બનવાની શક્યતાઓ રહેલી છે.

કન્યા: વેપારમાં સુધારો થઈ શકે છે. આ દરમિયાન વેપાર- ધંધામાં દોડધામનો માહોલ રહી શકે છે, પરંતુ તે ફાયદાકારક રહેશે અને તેનાથી લાભ તથા નફો પ્રાપ્ત થશે અને કમાણી કરશો.

તુલા: માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આ ઉપરાંત તમને વ્યવસાયમાં મુશ્કેલીઓ આવી શકે છે. શિક્ષણ સંબંધિત કાર્યોમાં પણ ધ્યાન આપવાની જરૂર છે. નોકરીમાં તમને બોસનો સહયોગ મળશે પરંતુ કાર્યસ્થળ પર તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક: મંગળનું ગોચર આ રાશિ માટે પણ ઘણી મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે. વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ ઉપરાંત વેપારમાં પરિવર્તનના યોગો જોવા મળી રહ્યા છે. આ સમયમાં પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બીમારી વગેરેમાં પૈસા ખર્ચ થઈ શકે છે. તમને મિત્રોનો સહયોગ મળશે.

ધન: આ રાશિના લોકો માટે સારી નોકરીની શક્યતાઓ રહેલી છે. તમને પૈતૃક સંપત્તિમાંથી ધન લાભ મળી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન કામોમાંથી પૈસા મળી શકે છે. વેપારમાં વધારો થઇ શકે છે.

મકર: આ સમય દરમિયાન તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. પારિવારિક ખર્ચમાં વધારો થવાથી ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. નોકરી દરમિયાન વિદેશ પ્રવાસની શક્યતાઓ રહેલી છે. યાત્રા લાભદાયી રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે.

કુંભ: આ ગોચરમાં શિક્ષણ કાર્યનું સારું પરિણામ આવી શકે છે. નોકરીમાં ઉન્નતિની શક્યતાઓ રહેલી છે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન કોઈ મિત્ર સાથે સંપર્ક થઈ શકે છે. નોકરીમાં વિદેશ પ્રવાસની તકો છે.

મીન: મંગળના ગોચર દરમિયાન પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. આવક ઓછી, ખર્ચ વધુ થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. તમે આ સમય દરમિયાન મુસાફરી કરી શકો છો, જે લાભદાયક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *