૨૯ ડિસેમ્બર સુધી ત્રણ રાશિના લોકોને મળશે સૂર્ય અને શુક્રનો સાથ, જીવનમાં આવશે મોટું પરિવર્તન

RELIGIOUS

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ ૧૬ ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે અને શુક્રદેવ ધન રાશિમાં ૫ ડિસેમ્બરથી બિરાજમાન રહેશે. શુક્રદેવ ૨૯ ડિસેમ્બરે ફરીથી સ્થાન પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે ૧૬ ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર સુધી સૂર્ય અને શુક્ર બંને એક જ રાશિમાં રહેશે.

તે સમય દરમિયાન કેટલીક રાશિના જાતકોને તેમનો સાથ મળી શકે છે. ચાલો જાણીએ બંને ગ્રહોના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ કઈ કઈ રાશિના જાતકો પર પડી શકે છે.

મીન: આ રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે. જયારે સૂર્ય ગોચરના સમયે જાતકોની કુંડળીના દસમા ભાવમાં રહેશે. આ ગોચર જાતકો માટે ફળદાયક રહી શકે છે. કરિયરમાં તમને સફળતા મળી શકે છે. કાર્યસ્થળે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા જાતકોને સારી તક મળી શકે છે. વ્યવસાયિક જીવનમાં કેટલાક ફેરફારો થવાની સંભાવના છે. સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને લાભ મળી શકે છે.

કુંભ: આ રાશિના જાતકોને સૂર્યદેવ અને શુક્રદેવનો સાથ મળી શકે છે. જાતકોને તેમના મોટા ભાઈઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.પરસ્પર સમજણ પણ વધી શકે છે. જીવન સાથી સાથે પણ સંબંધ મજબૂત થશે. આર્થિક લાભ થવાની પણ સંભાવના છે. તમને અન્ય ઘણા કામોમાં પણ સફળતા મળી શકે છે. કૌશલ્ય ક્ષમતા અને સામાજિક પ્રતિષ્ઠા પણ વધી શકે છે.

મકર: આ રાશિના જાતકોની કુંડળીમાં ગોચર સમયે શુક્ર દસમા ભાવમાં અને સૂર્ય બારમા ભાવમાં રહેશે. કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે તે અનુકૂળ સમય હોઈ શકે છે. તમે દાન પણ કરી શકો છો. કરિયરમાં તમને સારા પરિણામ મળી શકે છે. વ્યાપારના સંબંધમાં વિદેશ પ્રવાસ પર જવાનું લાભદાયક બની શકે છે.

નિકાસ- આયાતના વ્યાપાર સાથે સંકળાયેલા જાતકોને સારો નફો મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *