૮ નવેમ્બરનું ચંદ્ર ગ્રહણ આ રાશિઓની વધારશે ચિંતા, બન્યો છે હાનિ થવાનો યોગ

RELIGIOUS

જ્યોતિષ જાણકારો અનુસાર આ ચંદ્ર ગ્રહણ ચિંતાનો વિષય છે કારણ કે ૧૫ દિવસની અંદર આ બીજું ગ્રહણ યોજાઈ રહ્યું છે. તે પહેલા ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ એ સૂર્યગ્રહણ થયુ હતું. જ્યોતિષી અનુસાર એક પક્ષમાં બે ગ્રહણ થવા અશુભ સંકેત આપે છે.

મેષ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છેલ્લા ચંદ્રગ્રહણના નકારાત્મક પ્રભાવના કારણે મેષ રાશિના જાતકોને ધન હાનિ થઈ શકે છે અને સ્વાસ્થ્ય બગડી શકે છે. રોકાણ માટે સમય નથી અનુકૂળ.

વૃષભ: આ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણ પર નકારાત્મક પ્રભાવ પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનારાઓ માટે સમય પ્રતિકુળ પરિણામ આપી શકે છે.

કન્યા: કન્યા રાશિના જાતકોને પારિવારિક વિવાદોનો સામનો કરવો પડી શકે છે. જો કે તેમને ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

મીન: મીન રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. ધન હાનિના યોગ બની રહ્યા છે. તેથી અર્થ વગરના કે જરૂરિયાત વગરના ખર્ચથી બચવું. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *