પૂજામાં કેમ કરવામાં આવે છે અગરબત્તી- ધૂપબત્તી? જાણો કેટલો ઊંડો છે ભગવાન સાથે તેનો સબંધ

RELIGIOUS

લગભગ દરેક પૂજામાં અગરબત્તી અને ધૂપબત્તી કરવામાં આવતી જ હોય છે, પછી ભલે તે પૂજા મંદિરમાં કરવામાં આવી રહી હોય કે ઘરમાં. અગરબત્તી કે ધૂપબત્તી વગરની પૂજા અધુરી જ રહે છે. ત્યાં સુધી કે ગૃહપ્રવેશ, ઉદ્ઘાટન જેવા શુભ કામોમાં પણ અગરબત્તી- ધૂપબત્તીનો ઉપયોગ થાય છે. લોકો પવિત્ર નદીઓના દર્શન કરતી વખતે દીપદાન કરવાની સાથે સાથે અગરબત્તી લગાવીને પૂજા જરૂરથી કરે છે. શું તમે પણ વિચાર્યું છે કે ક્યારેય કે આવું કેમ કરવામાં આવે છે?

આ કારણથી કરવામાં આવે છે અગરબત્તી- ધૂપબત્તી: અગરબત્તી- ધૂપબત્તીનો ઉપયોગ તેની સુગંધને કારણે કરવામાં આવતો હોય છે. જેથી પૂજાપાઠ દરમિયાન માહોલ સુગંધિત રહે છે. માહોલમાંથી નકારાત્મકતા દુર થઇ જાય અને તેની જગ્યાએ સકારાત્મકતા આવી જાય. અગરબત્તી- ધૂપબત્તીથી ફેલાતી સુગંધ મનને શાંતિ આપે છે અને ઘણો સારો અનુભવ કરાવે છે.

તેનાથી વ્યક્તિના મનમાં પણ પવિત્રતા અને શાંતિ આવે છે. તેના કારણે અગરબત્તી- ધૂપબત્તી બનાવામાં ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ અને ફૂલોથી નીકળતા અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. માહોલને એવી જ પવિત્ર સુગંધથી તરબોળ કરવા માટે પૂજા આરતીમાં કપૂર પણ સળગાવવામાં આવે છે. કપૂરની સુગંધ ઘણા વાસ્તુ દોષોને દુર કરી દે છે.

દેવતા થાય છે પ્રસન્ન: સૌથી મહત્વની વાત તો તે છે કે અગરબત્તી- ધૂપબત્તી કરવાથી દેવતા પ્રસન્ન થાય છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ સુગંધ પ્રિય છે, તેથી તેમને એવી જ સુગંધવાળી અગરબત્તી કે અત્તર ચડાવવામાં આવે છે. જેમ લક્ષ્મીજીને ગુલાબની સુગંધ અને શંકર ભગવાનને કેવડાની સુગંધ પ્રિય છે. એટલે પૂજા અર્ચના કરતી વખતે ભગવાનની પ્રિય સુગંધવાળી વસ્તુઓનો ઉપયોગ કરવો, તેનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *