અમદાવાદમાં આવી રહ્યા છે ત્રણ મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, પલટી નાખશે શહેરની કાયા.. જાણો ક્યાં

અમદાવાદ શહેરનો વિકાસ નિરંતર થતો આવ્યો છે, મુંબઈ, દિલ્લી, કોલકાતા, ચેન્નાઈ અને બેંગ્લોર પછી અમદાવાદ દેશનું અતિ મહત્વનું શહેર વર્ષોથી રહ્યું છે. અમદાવાદમાં ઉદ્યોગ, વેપાર- ધંધા તથા સર્વિસ સેક્ટરનો વિકાસ થતો રહ્યો છે. આજે અમદાવાદમાં રોજગારી અને શિક્ષણ માટે માત્ર ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના લોકો આવી રહ્યા છે. અમદાવાદમાં વિશ્વ વિખ્યાત શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગો અને ટેકનિકલ સંસ્થાઓ આવેલી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં અનેક મોટા ટાઉનશીપ પ્રોજેક્ટ્સ આવ્યા છે. દેશના રિયલ એસ્ટેટ સેક્ટરના મોટા ગ્રુપ ગોદરેજ ઉપરાંત દેશના નામાંકિત ઉદ્યોગપતિ અદાણી દ્વારા ટાઉનશીપ વિકસિત કરવામાં આવી રહી છે. ત્યારે હજુ અનેક મોટા પ્રોજેક્ટ શહેરમાં શરુ થવા જઈ રહ્યા છે. અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડીંગોની સંખ્યા પણ સતત વધી રહી છે.

ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં ૩૨ માળની પ્રથમ રેસિડેન્શિયલ હાઈરાઈઝ બિલ્ડીંગને મંજુરી મળ્યા બાદ હવે રાજપથ- રંગોલી રોડ પર ૨૯ માળની હાઈરાઈઝ રેસિડેન્શિયલ બિલ્ડીંગ આવી રહી છે. આ ઉપરાંત હજુ વધુ ત્રણ ૩૨ માળની બિલ્ડીંગના પ્રોજેક્ટને લઈને દરખાસ કરવામાં આવી રહી હોવાના સમાચાર છે.

અમદાવાદના અતિ ધનાઢ્ય અને પોશ કહેવાતા ઇસ્કોન- આંબલી રોડ પર તથા શીલજ અને ગોતા વિસ્તારમાં ૩૨ માળની બિલ્ડીંગના પ્રોજેક્ટ માટેની દરખાસ્ત આવી છે. જે પ્રોજેક્ટ્સ પાછળ સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગશે અને તેમાં ૮૦૦ થી ૧૧૦૦ કરોડ જેટલા ખર્ચની ચર્ચા છે. આટલા મોટા પ્રોજેક્ટ હવે ટેકનોલોજીની મદદથી એકદમ ઝડપથી શરુ કરવામાં આવશે.

ઉલેખનીય છે કે નવી ટેકનોલોજી અનુસાર આરસીસી ધાબુ અને દીવાલ અલગ અલગ જગ્યાએ તૈયાર કરીને બાદમાં ફીટ કરવામાં આવે છે જેના લીધે સમયની ઘણી બચત થાય છે. ત્યારે હવે ગુજરાતમ એમ.ઓ.યુ થયા છે તેની અંતર્ગત ઘણા મહત્વના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે તેમાં ત્રણ પ્રોજેક્ટ્સની ચર્ચા થઇ રહી છે.

આ નવા પ્રોજેક્ટ્સમાં ગણેશ હાઉસિંગ દ્વારા રૂપિયા 5 હજાર કરોડના ખર્ચે આઈટી પાર્ક ત્રાગડમાં બનવા જઈ રહ્યું છે. જ્યારે તેમનો ત્રીજો પ્રોજેક્ટ ગોધાવીમાં સ્માર્ટ ટાઉનશીપ રૂપિયા 25000 કરોડમાં બનશે. આ સિવાય મૂલસાણા (ન્યુ કર્ણાવતી ક્લબ પાસે) ટાઉનશીપ બનવા જઈ રહી છે. નિરમા પણ રિયલ એસ્ટેટમાં આવી રહ્યું છે અને આ ગ્રુપ દ્વારા સોલા, ભાડજ તથા ઓગણજમાં રેસિડેન્શિયલ ટાઉનશીપ બનવા જઈ રહી છે.

જેમાં ગણેશ હાઉસિંગ ગ્રુપ દ્વારા નિરમા યુનિવર્સીટીની પાછળના વિસ્તારમાં આવેલા ત્રાગડમાં પાંચ હજાર કરોડના ખર્ચે આઈ.ટી. પાર્ક બનાવવામાં આવશે, તો તેમનો અન્ય પ્રોજેક્ટ બોપલ- ઘુમાથી આગળ ગોધાવીમાં સ્માર્ટ ટાઉનશિપ રૂપિયા ૨૫ હજાર કરોડમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત રાંચરડાથી પણ આગળ થોળવાળા રોડ પર ન્યુ કર્ણાવતી ક્લબ પાસે મુલસાણામાં ટાઉનશીપ બનાવવામાં આવનાર છે.

આ ઉપરાંત હવે નિરમા ગ્રુપ પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવી રહ્યું છે. નિરમા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના સોલા, ભાડજ અને ઓગણજમાં રેસિડેન્શિયલ ટાઉનશિપ બનાવવામાં આવનાર છે તેવી ચર્ચા બજારમાં ચાલી રહી છે. તો શહેરના બિલ્ડરો દ્વારા રેરા અંતર્ગત મંજુરીમાં ૮ થી ૧૨ મહિનાનો સમય લાગે છે તેમાં ઘટાડો કરીને ગ્રીન ચેનલ દ્વારા ઝડપથી મંજુરી આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે.