બેડરૂમમાં અત્યારે કરો આ મોટા પરિવર્તન, વિવાહિત જીવનમાં ઝઘડાથી મળી જશે મુક્તિ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરનો દરેક ખૂણો સુંદર દેખાય. તે સાથે ઘરમાં એવો ભાગ પણ હોય છે. જે દરેક માટે ખાસ છે અને તે છે બેડરૂમ. દરેક વ્યક્તિ પોતાના બેડરૂમને સુશોભિત રાખવા ઈચ્છે છે. શું તમે જાણો છો કે બેડરૂમમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ તમારા સ્વભાવ પર અસર દર્શાવે છે.

વાત માત્ર એટલી જ નથી વાસ્તુશાસ્ત્રને જાણીને માનવામાં આવે છે કે જો તમારા સંબંધોમાં કોઈ પ્રકારનો મતભેદ છે અથવા તો પતિ- પત્ની વચ્ચે રોજે- રોજ ઝઘડાઓ થતા હોય છે. તો બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ તેની પાછળનું કારણ હોઈ શકે છે. સમય રહેતા તે સામાનને બેડરૂમથી કાઢી નાખવાથી જીવનમાં ફરીથી ખુશાલી આવી જાય છે.

ઈલેક્ટ્રોનિક સામાનને બેડરૂમથી કાઢો બાર: વાસ્તુશાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે બેડરૂમમાં ઈલેક્ટ્રોનિક સાધનો ના રાખવા જોઈએ. બેડરૂમમાં કમ્પ્યુટર અને ટીવી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો રાખવાથી પતિ- પત્ની વચ્ચેનું અંતર વધી જાય છે. જે આગળ જઈને ઝઘડા સુધી પહોંચી જાય છે. તેને સમયસર રૂમમાંથી બહાર કાઢો.

હિસંક પશુઓના ફોટા બેડરૂમથી કરો દૂર: માનવામાં આવે છે કે વ્યક્તિ જે પ્રકારની તસવીરો પસંદ કરે છે. તેનો સ્વભાવ પણ એવો જ છે પરંતુ શું તમે જાણો છો કે બેડરૂમમાં હિંસક પ્રાણીઓની તસવીરો અને મૂર્તિઓ ના રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના જાણકારોનું માનવું છે કે તે વૈવાહિક જીવનમાં ભારે વિખવાદ ઉત્પન કરે છે અને તેના કારણે ઘરમાં દરરોજ ઝઘડા થાય છે.

એકથી વધુ બેડ ના રાખો બેડરૂમમાં: વાસ્તુશાસ્ત્રના જાણકારો કહે છે કે બેડરૂમમાં એકથી વધુ બેડ જીવનમાં નકારાત્મકતા ફેલાવે છે. તેવી જ રીતે એક પલંગ પર બે ગાદલા પણ અશુભ માનવામાં આવે છે. પલંગ પર પડેલા બે ગાદલા લગ્નજીવનની સુખ- શાંતિ છીનવી લે છે અને પતિ- પત્ની વચ્ચેનું અંતર વધવા લાગે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)