કાળો કલર કેમ હંમેશા રહે છે અશુભ? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તેનું મહત્વ

હિંદુ ધર્મમાં કાળા રંગને અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક કાર્ય, પૂજા- પાઠ, લગ્નમાં કાળા વસ્ત્રો તેમજ કાળો રંગ વર્જિત માનવામાં આવે છે. કાળો રંગ શોકનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ આપણે નજરદોષથી બચવા માટે કાળા દોરાનો પ્રયોગ કરીએ છીએ. સાથે જ શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ જણાવ્યું છે.

શનીદેવથી સંબંધ: કર્મફળ દાતા અને ન્યાયના દેવતા શનિદેવનો રંગ કાળો છે. કાળો રંગ એ પણ જણાવે છે કે તેઓ કોઈનો પક્ષપાત નથી રાખતો. દરેક સાથે સમાન રીતે વર્તે છે. નવ ગ્રહોમાં પૂજવામાં આવતા શનિદેવ કોઈપણ નકારાત્મક ઉર્જા કે શક્તિનો નાશ કરે છે અને સત્યનો પ્રકાશ પ્રગટાવે છે.

જો જન્મકુંડળીમાં શનિદોષ પણ હોય તો કાળા કૂતરાને રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. એટલા માટે શાસ્ત્રોમાં કાળો રંગ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.

શક્તિના દેવી માં કાળી: કાળા રંગનું મહત્વ શક્તિના દેવી મા કાળી પણ દર્શાવે છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં દેવી કાળી સાતમું સ્વરૂપ છે. દેવી કાળી એટલી શક્તિશાળી છે કે ભગવાન શિવજીને તેમના ક્રોધને શાંત કરવા તેમના પગ નીચે આવવું પડ્યું. માનવામાં આવે છે કે તે સમયથી દેવી કાળીના પ્રભાવને કારણે સમગ્ર વિશ્વમાં અમાવસ્યાની કાળી રાતની જેમ દેવી કળીમાં છવાયેલા છે કારણ કે દેવી કાળી બધા રંગો હરી લે છે.

ભગવાન શાલીગ્રામ: હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુજીના અનેક સ્વરૂપો છે. સાથે જ તમને તેમની વિવિધ મૂર્તિઓ અને છબીઓ જોવા મળશે પરંતુ શાલિગ્રામ પથ્થર (કાળો પથ્થર) ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જન્માષ્ટમી દરમિયાન શાલિગ્રામ પથ્થરનો અભિષેક પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે શાલિગ્રામનો પથ્થર પણ ઘરમાં રાખવામાં આવે છે. જે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે.

ભગવાન શિવજીનો કાળો રંગ: દેવોના દેવ મહાદેવનો રંગ પણ કાળો છે. ખાસ કરીને મદિરમાં હાજર શિવલિંગનો રંગ પણ કાળો હોય છે. હિંદુ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવલિંગ પર જળ ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)