બુધ ગોચર: પાંચ રાશિ માટે ખાસ રહેશે ડિસેમ્બરનો મહિનો.. જાણો કોણ કમાશે ઢગલો રૂપિયા

RELIGIOUS

વર્ષનો છેલ્લો મહિનો ઘણી રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. ડિસેમ્બરમાં ગ્રહોના ગોચરને કારણે ઘણા શુભ સંયોગો અને યોગો પણ બની રહ્યા છે, જેની જાતકો પર સારી અને ખરાબ અસર બંને પડી શકે છે. ડિસેમ્બરમાં બુધ મકર રાશિમાં ગોચર કરશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ૨૮ ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે બુધનું સ્થાન બદલવાથી કઈ રાશિઓ પર અસર થઈ શકે છે, કોને ફાયદો થઈ શકે છે અને કોને નુકસાન થઈ શકે છે.

મેષ: સ્વામી બુધનું ગોચર આ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામ આપી શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે સમય સારો રહી શકે છે. તમે પ્રોફેશનલ લાઈફમાં પણ સારો દેખાવ કરી શકો છો. તમારે યાત્રા પર પણ જવું પડી શકે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તેવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે.

મિથુનઃ મિથુન રાશિના લોકોને આ ગોચર દરમિયાન પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પ્રોફેશનલ લાઈફ અને કામકાજમાં પણ સમસ્યા થઈ શકે છે. ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. વાતચીત કરતી વખતે કાળજીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો, નહીં તો વિવાદ થઈ શકે છે.

બુધ દેવના ગોચરને કારણે આ રાશિઓની વધી શકે છે તકલીફો: સિંહ- આ રાશિના લોકો માટે આ ગોચર પડકારજનક બની શકે છે. આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે લોન પણ લઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે.

કુંભ: આ રાશિના જાતકોએ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ધન હાનિ પણ થઈ શકે છે. ખર્ચ પણ વધી શકે છે. તેવી સ્થિતિમાં તમારે પૈસાની બાબતમાં સાવધાન રહેવું પડશે.

ધન: આ રાશિના લોકો આ સમયગાળામાં કાર્યક્ષેત્રમાં વધુ સારું કરી શકશે. પાર્ટનરશીપમાં ધંધો કરતા જાતકોને નફો થઇ શકે છે. તમે આ સમયે મિલકત પણ ખરીદી શકો છો. સ્વાસ્થ્યમાં પણ તકલીફ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *