વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવ્યો છે. તાજેતરમાં, બુધ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ્યો છે. ૧૬ માર્ચ, ૨૦૨૩ ના રોજ ગુરુની રાશિ મીન રાશિમાં બુધનું ગોચર નીચભંગ રાજયોગ બનાવી રહ્યું છે. આ યોગ તમામ ૧૨ રાશિને પ્રભાવિત કરશે, પરંતુ તેનાથી ચાર રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. તેની સાથે જ આ લોકોને અચાનક ધન પ્રાપ્ત થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.
વૃષભ: નીચભંગ રાજ યોગ વૃષભ રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોની આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે. તમને પ્રમોશન મળી શકે છે.
મિથુન: બુધના ગોચરથી સર્જાયેલો નીચભંગ રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આ લોકોને નોકરી- ધંધામાં ફાયદો થશે. નોકરીયાત લોકોને પ્રમોશન- ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઇ શકે છે. તમે વિદેશ યાત્રા પર જઈ શકો છો.
કન્યા: નીચભંગ રાજયોગ કન્યા રાશિના લોકોને ઘણો લાભ આપશે. હંસ રાજ યોગ પણ બનશે, તેનાથી તમને ડબલ લાભ થશે. ધન લાભ થશે. તમને સન્માન પણ મળશે. લેખન, વાણી અને કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને શુભ છે.
ધન: નીચભંગ રાજયોગ ધન રાશિના લોકોને આર્થિક લાભ કરાવશે. મિલકતથી લાભ થશે. નવી કાર અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો. નોકરીયાત લોકોની સમસ્યાઓ દૂર થઇ શકે છે. વિરોધીનો પરાજય થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)