પંચાંગ અનુસાર આજે ૨૪ સપ્ટેમ્બરે કન્યા રાશિમાં શુક્ર, બુધ અને સૂર્ય ગ્રહની યુતિથી ત્રીગ્રહી યોગનું નિર્માણ થયું છે. જયારે ત્યાં પહેલાથી જ સૂર્ય અને બુધ ગ્રહની યુતિથી બુધાદિત્ય યોગ પણ બનેલો છે. તેવી રીતે કન્યા રાશિમાં બુધાદિત્ય યોગ અને ત્રીગ્રહી યોગનો મહાસંગમ બન્યો છે.
બુધ ૧૦ સપ્ટેમ્બરે અને સૂર્ય ૧૭ સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. જયારે આજે ૨૪ સપ્ટેમ્બરે સવારે ૯:૦૩ કલાકે શુક્ર ગ્રહનું કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. જયારે ૧૬ ઓક્ટોબરે સૂર્ય ગ્રહ કન્યા રાશિથી નીકળી જશે ત્યારે બુધાદિત્ય યોગ અને ત્રીગ્રહી યોગનો મહાસંગમ પણ સમાપ્ત થઈ જશે. આ બંને યોગ જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે.
બુધાદિત્ય યોગમાં જાતકોને ધન, વૈભવ અને માન- સન્માન મળે છે. શુક્ર ગોચરના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખોની વૃદ્ધિ થાય છે. વૈવાહીક જીવન સુખમય થાય છે. ચાલો જાણીએ બુધાદિત્ય યોગ અને ત્રીગ્રહી યોગના મહાસંગમથી કઈ રાશિના જાતકોને લાભ મળવાનો છે.
સિંહ રાશિ: બુધાદિત્ય યોગ અને ત્રીગ્રહી યોગના પ્રભાવથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ઉધાર આપેલું ધન કે કોઈ અન્ય જગ્યાએ અટકાયેલું ધન પાછુ મળી શકે છે. સમાજમાં માન- સન્માન અને પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. પતિ- પત્ની વચ્ચેનો સંબંધ વધારે મજબૂત થશે. સંતાન તરફથી સુખ મળશે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. કોઈ શુભ કાર્યથી પ્રવાસ પર જઈ શકો છો.
કર્ક: બુધાદિત્ય યોગ અને ત્રીગ્રહી યોગના મહાસંયોગથી આ રાશિના જાતકો માટે આ સમય ઉત્તમ ફલદાયક સાબિત થશે. આ રાશિના જાતકોને દેવાથી મુક્તિ મળી શકે છે અને નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે અથવા પગાર ધોરણમાં વધરો થઈ શકે છે.
ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. નોકરીમાં તમારા કાર્યની પ્રસંશા થઈ શકે છે. જો કોઈ નવો વ્યાપાર શરુ કરવા ઈચ્છો છો તો આ શુભ સમય છે.
વૃશ્ચિક: બુધાદિત્ય યોગ અને ત્રીગ્રહી યોગના પ્રભાવથી તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. સૂર્ય- બુધ ગ્રહના પ્રભાવથી તમને સમજમાં માન- સન્માન મળશે. આવકમાં નવા- નવા માધ્યમથી ધન કમાવવામાં સફળ રહેશો. તમે ઘણા શુભ અને ધાર્મિક કામોમાં ભાગ લઈ શકો છો. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. તમારે આ સમયગાળામાં મહેનત અને ઈમાનદારીનો સાથ છોડવો જોઈએ નહી. આવકમાં વધારો થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
ધન: આ દરમિયાન તમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. આ દરમિયાન વ્યાપારમાં નફો વધશે. વિદેશથી જોડાયેલ વ્યાપારમાં વધારે લાભ મળવાની શક્યતાઓ છે. જમીન- મિલકતની બાબતો તમારા પક્ષમાં રહેશે. આ રાશિના જાતકો જે નોકરી શોધી રહ્યા છે તેમને કોઈ મોટી કંપનીમાંથી સારા પગાર ધોરણ સાથે પ્રસ્તાવ મળી શકે છે. સંબંધીથી પૈસાની મદદ મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)