બુરી શક્તિઓને ખત્મ કરવાથી લઈને ધનવાન બનાવવા સુધી, હવનની રાખમાં હોય છે આ છ શક્તિ

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની પૂજા કરવામાં આવે છે. તેમાં હવનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ હવનમાં વિવિધ પ્રકારની ધૂપ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિદેવને સાક્ષી માનીને તેમનો યજ્ઞ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ અગ્નિ દેવ આપણી વિનંતીઓ ભગવાન પાસે પહોંચાડે છે.

હવન સમાપ્ત થયા પછી તેની ઘણી બધી ભસ્મ પણ રહી જાય છે. ઘણીવાર લોકો તે રાખ ફેંકી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ રાખમાં ઘણા ફાયદાકારક ગુણો પણ હોય છે. આજે અમે તમને હવનની ભસ્મના ફાયદા જણાવીશું. હવનની ભસ્મના ફાયદા.

૧. વાસ્તુ શાસ્ત્ર અનુસાર હવનની ભસ્મમાં અદ્ભુત શક્તિઓ હોય છે. તેને ઘર કે દુકાનમાં રાખવાથી ખરાબ અને નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેને રાખવાથી અને છાંટવાથી ઘરમાં હંમેશા સારી વસ્તુઓ થાય છે. ઘરના દુ:ખ દૂર થાય છે. સુખ અને સમૃદ્ધિ આવે છે.

૨. હવનની ભસ્મથી પણ નજર દોષ પણ દૂર થઈ શકે છે. સામાન્ય રીતે લોકો મીઠું અથવા સરસવથી બુરી નજર ઉતારતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે તમે બુરી નજરથી બચવા માટે રાખનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ભસ્મ લગાવશો તો તમને કોઈની ખરાબ નજર નહીં લાગે. દુશ્મન પણ તમને નુકસાન પહોંચાડી નહીં શકે.

૩. જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો, તો હવનની ભસ્મ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ રાખને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી તમારા ઘરમાં ધનની આવક વધી જશે. નકામા ખર્ચાઓ પણ બંધ થશે. જો તમે ઇચ્છો તો આ કપડાને વેપારના સ્થળે પણ રાખી શકો છો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.

૪. જો તમે ડરામણા સપનાથી પરેશાન છો તો હવનની ભસ્મ તમને મદદ કરી શકે છે. તમારે ફક્ત આ રાઈની રસી સાથે દરરોજ સૂવાનું છે. દરરોજ તેમ કરવાથી ધીમે ધીમે ડરામણા સપના બંધ થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે તમારા ઓશિકા નીચે રાખની થેલીઓ પણ રાખી શકો છો.

૫. જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો હવનની ભસ્મને પાણીમાં મિક્સ કરીને પીપળાના ઝાડ પર આ જળ ચઢાવો. તેવું ૧૧ ગુરુવાર સુધી કરો. તમારો કોઈ સારી જગ્યાએ સબંધ નક્કી થઇ જશે. પ્રેમ સંબંધની બાબતોમાં પણ ઇચ્છિત પરિણામ માટે આ ઉપાયો કરી શકાય છે.

૬. જો દુકાનમાં ગ્રાહકો કંઈ ખાસ ના આવી રહ્યા હોય તો હવનની ભસ્મ લઈ આવો. દરરોજ શટર ખોલતા પહેલા તેના પર પર છાંટી દો. તેનાથી તમારો દિવસ સારો જશે અને દુકાનમાં ઘણો લાભ પણ થશે.