આ દુનિયા અગણિત રહસ્યોથી ભરેલી છે, આમાથી કેટલાક રહસ્યો તો હલ થઈ ગયા છે, પરંતુ હજુ પણ કેટલાય એવા રહસ્યો છે જેનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી. તેમને ઉકેલવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આજ સુધી તેને કોઇ ઉકેલી શકયુ નથી. આવા જ એક રહસ્ય વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને લોકો ‘નર્કનો દરવાજો‘ પણ કહે છે.
આ જગ્યા તુર્કીના પ્રાચીન શહેર હેરોપોલિસમા આવેલી છે. જેને વર્તમાનમા પમુક્કલ શહેરના નામથી ઓળખવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે આ મંદિરની નજીક જવા વાળી વ્યક્તિ ક્યારેય પરત આવતી નથી. એટલું જ નહી મંદિરની નજીક જવા વાળા પશુ અને પક્ષીના પણ મોત થઈ જાય છે.
મળતી માહિતી અનુસાર, અગાઉના ઘણા વર્ષોમા આ મંદિરમા ઘણા રહસ્યમય મોત થયેલા છે. અહીના લોકો જણાવે છે કે પ્લુટો દેવતાના નામ પર જાનવરોને મરવા માટે આ ગુફામા છોડી દેવામા આવે છે. યુનાની દેવતાના ઝેરી શ્વાસને કારણે તેઓ મૃત્યુ પામે છે. તો વળી, અહી થનાર મોત અંગે સંશોધકો મંદિરની નીચેથી બહાર આવતા કાર્બન ડાયોક્સાઈડ વાયુને જવાબદાર ગણાવે છે.
તેમના મતે, અહી થનાર દરેક મોત પાછળ આ વાયુ જવાબદાર છે. હાલમા જ, રોમના કેટલાક સંશોધકો આ ગુફાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન, તેમણે જોયુ કે મંદિરની નીચે બનેલી ગુફામા બહુ મોટી માત્રામા કાર્બન ડાયોક્સાઈડ વાયુ હાજર છે.
સંશોધકોએ જણાવ્યુ કે, ગુફામા 91% કાર્બન ડાયોક્સાઈડ જેવા ઝેરી ગેસ હાજર છે. જો કે, 10% કાર્બન ડાયોક્સાઈડ ગેસ કોઇ પણ માણસને 30 મિનિટમા મોત ને ઘાટ ઉતારી શકે છે.