ચૈત્ર નવરાત્રિ શરુ થતા પહેલા ચુપચાપ કરી લો આ કામ, મળશે માં લક્ષ્મીના આશીર્વાદ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ નવ દિવસમાં ભક્તો માતાજીનું આગમન કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવતા હોય છે. નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, તે પહેલા તમારે ઘરની સાફ- સફાઈ કરવી જોઈએ અને આ દરમિયાન આ વસ્તુઓને ઘરની બહાર કાઢવાનું ના ભૂલવું.

એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને સુખ- સમૃદ્ધિનો નિવાસ બનાવી રાખવો છે તો ચાલો જાણીએ એ વસ્તુઓ કઈ કઈ છે.

જો તમે પૂજા ઘર એટલે કે ઘરના મંદિરની સફાઈ કરતી વખતે તૂટેલી મૂર્તિઓ જુઓ તો તરત જ તેને ઘરની બહાર ફેંકી દો અથવા તેને પાણીમાં વિસર્જિત કરી દો.એવું માનવામાં આવે છે કે તૂટેલી મૂર્તિઓ આપણા દુર્ભાગ્યનું કારણ બને છે.

નવરાત્રિની સ્વચ્છતામાં ઘરમાંથી જૂના જૂતા- ચપ્પલ અને ફાટેલા કપડાં કાઢી નાખો અથવા કોઈ ગરીબને દાન કરી દો. તેમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે અને પૈસાની ક્યારેય કમી નહીં થાય.

હિન્દુ ધર્મમાં ડુંગળી અને લસણને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં ડુંગળી- લસણનું સેવન કરવાથી માતાજી ક્રોધિત થાય છે. તેથી જ નવરાત્રિ દરમિયાન તામસિક ભોજન વર્જિત માનવામાં આવે છે.

નવરાત્રિની સ્વચ્છતામાં તમારે તરત જ ઘરમાંથી બંધ ઘડિયાળ બહાર કાઢી લેવી જોઈએ. અટકેલી ઘડિયાળ સારી નથી માનવામાં આવતી. તે તમારા બદનસીબનો સંકેત આપે છે, તેથી ઘરમાં બંધ ઘડિયાળ ભૂલથી પણ ના રાખવી.