૨૨ માર્ચથી ચૈત્રી નવરાત્રીનો શુભ પર્વ શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, સાથે જ જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ આ નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે. ૨૨ થી ૩૦ માર્ચ સુધી ચાલનારી નવરાત્રિ દરમિયાન ગ્રહોનો એવો મહા સંયોગ થઈ રહ્યો છે, જે પાંચ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે.
નવરાત્રિના શરૂઆતના દિવસે પાંચ ગ્રહ – સૂર્ય, ચંદ્ર, ગુરુ, બુધ અને નેપ્ચ્યુન (વરુણ) મીન રાશિમાં બિરાજમાન હશે અને તેમની નજર કન્યા રાશિ પર રહેશે. જ્યોતિષની દૃષ્ટિએ આ ગ્રહોનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મીન રાશિમાં આ ગ્રહોની હાજરી બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, હંસ યોગ પણ બનાવશે. ચાલો જાણીએ કઈ રાશિ માટે આ ચૈત્ર નવરાત્રી શુભ છે.
મિથુન: ગ્રહોનો આ મહાસંયોગ મિથુન રાશિના લોકોને કરિયરમાં નવી તકો આપશે. નવી નોકરી, પ્રમોશન મળી શકે છે. વેપારમાં લાભ થશે, પ્રગતિ થશે. ઘરમાં ખુશીઓ દસ્તક આપશે. સારા સમાચાર મળી શકે છે.
કર્કઃ ગ્રહોનો આ સંયોગ કર્ક રાશિના લોકો માટે નોકરીમાં પ્રમોશનના સારા સમાચાર આપી શકે છે. આવકમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ભાગ્ય તમારો સાથ આપશે.
કન્યા: મીન રાશિમાં પાંચ ગ્રહોની હાજરી કન્યા રાશિના લોકોને મજબૂત આર્થિક લાભ આપી શકે છે. નોકરી- ધંધામાં પ્રગતિ થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. કોઈ ડીલ નક્કી થઇ શકે છે. નોકરી કરનારાઓ પ્રગતિ કરશે. લગ્નની તકો રહેશે. આર્થિક લાભ થશે. રોકાણ માટે સારો સમય છે.
મીન: સૂર્ય, બુધ, ગુરુ, ચંદ્ર અને નેપ્ચ્યુન ગ્રહની મીન રાશિમાં જ યુતિ થઇ રહી છે, જે આ રાશિના લોકોને મહત્તમ લાભ આપશે. તમને મોટા પેકેજ સાથે નોકરી મળી શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. નવા સ્ત્રોતોથી પૈસા આવી શકે છે. વેપારમાં મોટો ફાયદો થઇ શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)