ચાણક્ય એક કુશળ રાજનીતિજ્ઞ તેમજ અર્થશાસ્ત્રી હતા. આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં માનવ સમાજના કલ્યાણ સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની નીતિઓને પોતાના જીવનમાં અપનાવે તો ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહીં તમે ચાણક્યની નીતિ વિશે જાણી શકશો જેમાં તેમણે જીવનમાં મિત્રો કેવા હોવા જોઈએ તે જણાવ્યું છે.
દોડધામ ભરેલા જીવનમાં ભલે તમને આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો થોડા કડવા અને કઠોર લાગતા હોય, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કઠોરતા જીવનમાં સફળતા લાવે છે. ભલે તમે તમારા જીવનમાં આચાર્યના વિચારોની અવગણના કરો, પરંતુ તે તમને જીવનના દરેક ક્ષેત્રમાં ચોક્કસપણે મદદ કરશે.
મોઢે જ બોલી દેનારા મિત્રો સારા : આચાર્ય ચાણક્યએ પોતાના પુસ્તક દ્વારા સાચા મિત્રની વ્યાખ્યા કરી છે. આચાર્યના કથન મુજબ સાચો મિત્ર એ છે જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ ના કરે. જો તમારો મિત્ર તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે તો તેનાથી દૂર રહેવું વધુ સારું છે. આ પ્રકારના સ્વભાવવાળા મિત્રો ખૂબ જ ઘાતક હોય છે.
તેમનો કહેવાનો આશય એ પણ હોય છે કે પીઠ પાછળ બુરાઈ કરનારાઓ કરતા તો તમારા મોઢે જ તમારી બુરાઈ કરી દેતા હોય તેઓ વધુ સારા હોય છે. જો કે મોઢે જ કરવામાં આવેલી બુરાઈ થોડી કડવી જરૂરથી લાગી શકે છે પરંતુ પીઠ પાછળ બોલનારાઓ કરતા એવા દોસ્તો સારા હોય છે.
ગુપ્ત રહસ્યો મિત્રોને ના જણાવવા જોઈએ: જીવનમાં સૌ કોઈને આ પ્રકારના લોકો ચોક્કસ મળે છે, તમે પણ તમારા જીવનમાં તેવા લોકોનો સામનો કર્યો હશે. આપણામાંથી કેટલાક લોકો સાચા મિત્ર સમજીને બધી વાતો શેર કરતા હોઈએ છીએ. કેટલીકવાર આપણે જે વાત કોઈને નથી કરી હોતી તે પણ બીજા કોઈની સાથે પણ શેર કરીએ છીએ પણ હકીકતમાં ગુપ્ત રાઝ કોઈને ના જ જણાવવા જોઈએ.
નજીકના મિત્ર માનીને લાગણીઓમાં વહીને ઘણી ગુપ્ત વાતો શેર કરતા રહીએ છીએ પણ જ્યારે આવા મિત્રોને તક મળે છે ત્યારે તેઓ તમારી એ ગુપ્ત વાતો બીજાની સામે ખુલ્લી પાડી દે છે. આવી સ્થિતિમાં જે તમે ક્યારેય કોઈને કહ્યું નથી, તે વાત પણ બધાને ખબર પડી જાય છે.
આવા લોકોને ક્યારેય અફસોસ પણ નથી થતો કે તેઓએ તમારો વિશ્વાસ તોડ્યો છે. ખાસ વાત એ છે કે આ કરતી વખતે તેમને જરાય ખરાબ નથી લાગતું. તેથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે આવા મિત્રો કરતાં તમારા શત્રુ સારા કહેવાય.