લવિંગના આ ચમત્કારિક ઉપાયથી થવા લાગશે અટકેલા કામ, જીવનમાં નહીં રહે પૈસાની કમી!

RELIGIOUS

આપણા દેશમાં ઘણા મસાલા હાજર છે. તેમજ તેમાંથી ઘણા મસાલા પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગ પણ તેમાંથી એક છે. લવિંગ દ્વારા લોકોને ઘણા ફાયદા પણ મળે છે. તેમજ લવિંગના ફાયદાઓ સિવાય સનાતન ધર્મમાં પૂજામાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે.

સાથે જ લવિંગના ઉપયોગથી પણ ઘણા ઉપાયો કરવામાં આવતા હોય છે જેથી ઘરમાં સુખ- શાંતિ લાવી શકાય. તો ચાલો જાણીએ લવિંગની કેટલાક ઉપાયો વિશે.

નકારાત્મકતા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારની પૂજા સમયે દીવામાં બે લવિંગ નાખીને પૂજા કરો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર કરવામાં મદદ મલ્ટી હોય છે.

બીમારી- ઝગડા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરનો કોઈ સભ્ય વારંવાર બીમાર રહેતો હોય અથવા ઘરમાં ઝઘડા થતા હોય તો છ- સાત લવિંગ સળગાવીને ઘરના કોઈપણ ખૂણામાં રાખી દો. આ ઉપાયો બેથી ચાર દિવસે કરતા રહો. ટૂંક સમયમાં તેની અસર પણ જોવા મળશે.

આર્થિક તંગી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં આર્થિક સંકટ હોય તો તેના માટે પણ લવિંગ વડે ઉપાય કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાત લવિંગ અને સાત કાળા મરીને માથા પરથી ફેરવો અને એવી જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈ આવતું- જતું ના હોય. સાથે જ લવિંગ અને કાળા મરીને ચારેય દિશામાં ફેંકી દો. ત્યાર પછી ત્યાં પાછું વળીને ના જોવું.

કામમાં સફળતા માટે: જો કોઈ કામ વારંવાર બગડતું હોય તો તેના માટે પણ લવિંગ વડે ઉપાય કરી શકાય છે. તેના માટે એક પાંદડામાં સોપારી, લવિંગ અને ઈલાઈચી લપેટીને ભગવાન ગણેશજીને અર્પણ કરો. તેનાથી અટકેલા કે બગડેલા કામ થવા લાગશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *