આવનારા ૨૬ દિવસ સુધી ભૂલથી પણ ના કરો આ કામ, નહીંતર ભોગવવું પડશે મોટું નુકસાન!

RELIGIOUS

હિંદુ ધર્મમાં ખરમાસ માસને અશુભ માનવામાં આવે છે. ખરમાસ ૧૫ માર્ચ ૨૦૨૩ થી શરૂ થઈ ગયો છે કે જે ૧૪ એપ્રિલ સુધી ચાલશે. જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય ત્યારે તે સમયને ખરમાસ કહેવાય છે. આ સમયને શુભ નથી માનવામાં આવતો અને આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ખરમાસમાં સૂર્યની ઉપાસના કરવી શુભ હોય છે. ચાલો જાણીએ ખરમાસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

ખરમાસમાં શું ના કરવુંઃ ખરમાસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ. આ સમયે સગાઈ- લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ના કરવા જોઈએ. આ સિવાય ખરમાસમાં નવા કામ શરૂ ના કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો ખરમાસમાં લગ્ન કરે છે તેમનું લગ્ન જીવન શુભ નથી થતું.

આ સિવાય ઘરનું નિર્માણ કાર્ય પણ શરૂ ના કરવું જોઈએ. તેમજ પ્રોપર્ટી ના ખરીદવી જોઈએ. આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ અશુભ પરિણામ આપે છે. આ સાથે યજ્ઞ- કર્મકાંડ પણ ખરમાસમાં નથી કરવામાં આવતા. આ સમયે કાર, જ્વેલરી જેવી મોંઘી વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ.

ખરમાસમાં કરી શકો છો આ કામઃ ખરમાસમાં લગ્ન કરવા શુભ નથી માનવામાં આવતા પરંતુ આ દરમિયાન કોર્ટ મેરેજ કરી શકાય છે. આ ઉપરાંત દાન, જપ, પૂજન કરવું પણ શુભ રહે છે. ખાસ કરીને સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક રહે છે.

બાળકનું અન્નપ્રાશન પણ ખરમાસમાં કરી શકાય છે. આ સિવાય ખરમાસમાં બ્રાહ્મણ અને ગાય માતાની સેવા કરવાથી પણ શુભ ફળ મળે છે. આ સાથે, ખરમાસમાં તીર્થયાત્રા પર જવું પણ સારું રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *