એ તો સૌ કોઈ જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણણો જન્મ મથુરામાં કંસના કારાગરમાં થયો હતો. ગોકુલ અને વૃંદાવનમાં માં તેમનું બાળપણ વીત્યું હતું. કિશોરાવસ્થામાં મથુરામાં રહીને તેમણે કંસનો વધ કર્યો હતો ત્યારબાદ તેઓ જરાસંઘ જોડે યુદ્ધ કરતા રહ્યા.પછીથી તેમણે પ્રભાશ ક્ષેત્રમાં સમુદ્રકિનારે દ્વારીકા નગરીનું નિર્માણ કર્યું અને તેઓ ત્યાં રહેવા લાગ્યા હતા. પ્રભાસ ક્ષેત્રમાં જ તેમણે દેહત્યાગ કર્યો હતો.
આ તીર્થનગરના પૂર્વમાં હિરણ્યા, સરસ્વતી તથા કપિલાના સંગમ પર દર્શાવવામાં આવે છે. તેને પ્રાચી ત્રિવેણી પણ કહેવાય છે. તેને ભાલકાતીર્થ પણ કહેવાય છે. ચાલો જાણીએ પ્રભુ શ્રી કૃષ્ણની દિનચર્યા શું છે અને તેઓ દરરોજ શું કરે છે.કહેવાય છે કે પ્રભુ શ્રી કૃષ્ણ દરરોજ ઉત્તરાખંડમાં ચમોલીમાં બદ્રીનાથ ધામના સરોવરમાં સ્નાન કરે છે. સ્નાન કર્યા બાદ તેઓ દ્વારિકામાં પોતાના વસ્ત્રો બદલે છે.
દ્વારિકામાં વસ્ત્રો બદલ્યા બાદ પ્રભુ શ્રી કૃષ્ણ ઓરિસ્સામાં પૂરી સ્થિત જગન્નાથધામમાં ભોજન કરે છે. જગન્નાથમાં ભોજન કાર્ય બાદ તેઓ તામીલનાડુના રામેશ્વરધામમાં વિશ્રામ કરે છે. વિશ્રામ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પુરીમાં નિવાસ કરે છે.આ દરમિયાન તેઓ તેમના ભક્તોની સેવા પણ કરે છે. જે પણ ભક્ત તેમને બોલાવે છે તેઓ ત્યાં ઉપસ્થિત થાય છે.પ્રભુ તેમના બધા જ મુખ્ય ધામની આરતી પણ ગ્રહણ કરે છે.
સમય સમય પર પ્રભુ વૃંદાવનના નિધિવન અને મથુવનમાં રાસ પણ કરે છે. તેમજ ત્યાના મંદિરોમાં ભ્રમણ પણ કરે છે. ભક્તોના હ્રદયમાં તો શ્રી કૃષ્ણ હાજરા હજૂર છે. બસ, ખાલી જરૂર છે તેમના પ્રત્યે શ્રદ્ધાની અને પૂરી આસ્થાની.