જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું ગોચર અથવા ગ્રહોનો સંયોગ તમામ ૧૨ રાશિને પ્રભાવિત કરે છે. તાજેતરમાં જ ૧૩ નવેમ્બરે મંગળ વૃષભ રાશિમાં ગોચર કરી લીધું છે. તો બીજીતરફ શુક્ર ગ્રહે પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રીતે મંગળ ગ્રહ, શુક્રના સ્વામિત્વવાળી રાશિ વૃષભમાં છે અને શુક્ર ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્વિકમાં છે.
મંગળ અને શુક્રની આવી સ્થિતિ ધન રાજયોગ બનાવી રહી છે. આ રાજયોગ પાંચ ડિસેમ્બર સુધી ધન રાશિમાં શુક્રના ગોચર સુધી અસરકારક રહેશે. તેની સાથે જ ત્રણ રાશિના લોકોને મોટો ધન લાભ કરાવશે.
આ રાશિના જાતકોને ધન રાજયોગ લાભ આપશે- વૃષભઃ ધન રાજયોગ વૃષભ રાશિના લોકોને ઘણો લાભ આપશે. હિંમત, આત્મવિશ્વાસ વધશે. આકર્ષણ વધશે. લોકો સરળતાથી તમારી તરફ આકર્ષિત થશે. ટૂંક સમયમાં લગ્નની શક્યતાઓ છે. ગ્લેમર, મીડિયા સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. કાર્યોમાં સફળતા મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
કર્ક: આ રાજયોગ કર્ક રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. કરિયર માટે આ સમય સારો છે. પૈસા- પદ- સન્માન મળશે. લવ લાઈફ સારી રહેશે. જે લોકો પરણ્યા નથી તેઓ લગ્ન કરી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. અટકેલા કામ પૂરા થશે.
ધન: ધન રાજયોગ બનવાના કારણે ધન રાશિના લોકોને ઘણો ફાયદો થશે. મંગળ અને શુક્ર બંને ધન રાશિના લોકોને ઘણો લાભ આપશે. જીવનમાં સુખ- સુવિધાઓ વધશે. પ્રગતિ મળશે. અટકેલા કામ પૂરા થશે.
જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમને ફાયદો થશે. જે લોકો નથી પરણ્યા તેમના લગ્ન થઇ શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)