ડિસેમ્બર મહિનો આ અંગ્રેજી નવા વર્ષનો અંતિમ મહિનો છે તથા વિક્રમ સંવંત પ્રમાણે માગશર અને પોષ મહિનો છે. દિવાળી સહિતના દરેક તહેવારો સંપન્ન થયા બાદનો આ મહિનો ચાર રાશિના લોકોનું નસીબ ચમકાવી શકે છે. તેમને ધન- સંપત્તિમાં વધારો કરાવનારો સાબિત થઇ શકે છે તો ઘણા લોકોને કારકિર્દીમાં પણ સારી તક મળવા સાથે નવા વિક્રમ સંવતની શુભ શરુઆત કરાવનારો રહેશે ત્યારે આવો જાણીએ કઈ ચાર રાશિ માટે આ મહિનો છે શુભ.
મેષઃ આ રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કાર્યસ્થળ પર લાભ મેળવવાની નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. તમારે તમારા બોલવા પર નિયંત્રણ રાખવું પડશે. કાર્યસ્થળ પર તમને ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. તો નવી સંપત્તિ- પ્રોપર્ટીમાં પણ વધારો થઇ શકે છે. આ સમયગાળામાં તમે નવી મિલકત ખરીદી શકો છો.
બીજીતરફ આ મહીને યાત્રાથી પૈસા કમાવવાની તકો મળશે. વેપારીઓ માટે આ મહિનો ઘણો સારો રહેવાનો છે. ભાગીદારીના કામમાં પણ ધન લાભ થઈ શકવાના યોગ જોવા મળી રહ્યા છે. તો ડીસેમ્બર મહિનામાં તમે નવું કામ શરૂ કરવાનું વિચારી શકો છો. પૈસાની બચત કરી શકવામાં સક્ષમ રહેશો.
કર્ક રાશિફળ: ડિસેમ્બર મહિનો તમારા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. તમારા નોકરી સ્થળ પર ઉપરી કે બોસ તમારા કામથી ખુશ થશે. નોકરીમાં પ્રમોશન અને આગળ વધવાની, પ્રગતિની પણ પ્રબળ તકો છે. નોકરી તથા ધંધા સિવાયના અન્ય માધ્યમથી પણ ધન પ્રાપ્ત થઈ શકે છે.
આ ડીસેમ્બરના મહિનામાં કોઇપણ પ્રકારે લાભથી તમારી આવકમાં વધારો થશે. તો જો તમે જોબ બદલવા માંગતા હોવ તો નવી નોકરીની ઓફર પણ આવી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આ મહિને હાથ પર આવતી અને રહેલી તકનો પૂરો લાભ લેવાનો પ્રયાસ કરો. નસીબ તમારી સાથે છે.
સિંહ રાશિફળ: નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે. કામ કરવાની મજા આવશે. કાર્યસ્થળ પર તમને ઉચ્ચ સ્થાન મળી શકે છે. બોસ તમને દરેક કામમાં સાથ આપશે. યાત્રા લાભદાયી સાબિત થશે. ધંધામાં સારો નફો રહી શકે છે, પરિવારમાં પણ સુખ – શાંતિ અને આનંદનું વાતાવરણ રહી શકે તેવી શક્યતાઓ છે.
તો આ મહિને તમને લાભ મેળવવાની ઘણી તકો મળશે. ક્યાંય અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે. તમે કોઈપણ સારી જગ્યાએ રોકાણ કરી શકો છો જ્યાંથી ભવિષ્યમાં સારા પૈસા આવવાની શક્યતા છે. આમ ડીસેમ્બરના મહીને તમારી ધન અને સંપત્તિ બન્નેમાં વધારો થઇ શકે છે.
કન્યા: ડિસેમ્બરના મહિનામાં તમારી ધન અને ધાન્યમાં વૃદ્ધિ થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં દેખાઈ રહી છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. અચાનક અને અણધાર્યા સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે. આ મહીને તમે કરો એ ઉપરાંત અથવા તો એ સિવાય તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.
વાહન સુખ મળવાની સંભાવના છે. સંપત્તિની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ લાગી રહ્યો છે. યાત્રા ફળદાયી સાબિત થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. કોઈ સારા સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે. આ મહીને જો તમે વાહન- મકાન અથવા જમીન લો છો તો તે શુભ સાબિત થઇ શકે છે.