ધતુરાના મૂળનો આ ઉપાય નહીં પડવા દે શનિની કુદ્રષ્ટિ, બધા કષ્ટ થઇ જશે દુર

RELIGIOUS

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિ દેવ વ્યક્તિને તેના કર્મોનું ફળ આપે છે. જો કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ જેના પર શનિદેવની કૃપા હોય છે તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે અને આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાયોથી પણ શનિની સાડાસાતી અને નાની પનોતીથી અસરથી રાહત મળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિદોષ, શનિની સાડાસાતી અને શનિની નાની પનોતીથી રાહત મળે છે.

જો કોઈ વ્યક્તિ પર શનિની અસર હોય તો તેને શાંત કરવા માટે શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી પહેરવી જોઈએ. તેનાથી તમારું અટકેલું કામ પૂર્ણ થવા લાગશે.

જો કોઈની કુંડળીમાં શનિની સાડાસાતી ચાલી રહી હોય તો દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

શનિના પ્રકોપથી બચવા માટે શનિવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જોઈને શનિ મંદિરમાં દાન કરો. સાત શનિવાર સુધી સતત તેવું કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ક્રોધિત હોય તો શનિવારે આ બે મંત્રોનો જાપ કરવો જોઈએ, ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ અને ‘ॐ शं शनिश्चरायै नमः’. તેનાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારી પરેશાનીઓ દૂર થશે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ શનિવારે વ્રત રાખવું જોઈએ અને ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. તેમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થવા લાગે છે.

શનિ ગ્રહને બળવાન બનાવવા માટે પણ ધતુરાના મૂળ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. શનિવારના દિવસે તમે તમારા ગળામાં અથવા હાથની આસપાસ ધતુરાનું મૂળ બાંધી શકો છો. તેનાથી શનિના પ્રકોપથી છુટકારો મળશે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)