દિવાળીની સાફ- સફાઈ પહેલા જાણી લો કચરા- પોતા કરવાના ખાસ નિયમ, માલામાલ કરી દેશે માં લક્ષ્મી

ઘરમાં સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂરી છે. તેનાથી માત્ર સ્વાસ્થ્ય લાભ જ નથી પરંતુ ધાર્મિક લાભ પણ છે. શાસ્ત્રો અનુસાર ઘરને સ્વચ્છ રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ધનના દેવી લક્ષ્મીજી તે સકારાત્મક ઉર્જાથી આકર્ષાય છે. તેઓ ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

સફાઈ માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કરવા માટે પણ કેટલાક ખાસ નિયમો છે. જો આ વાસ્તુ નિયમોનું પાલન ના કરવામાં આવે તો ધનહાનિ થઈ શકે છે. માં લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે.

સાફ- સફાઈના ખાસ નિયમો: ઘર, ઓફિસ અને દુકાન જેવી જગ્યાએ સાફ- સફાઈ કરવાનો આ યોગ્ય સમય છે. જેમ કે સાવરણીથી સવારે સૂર્યોદય પછી જ સફાઈ કરવી જોઈએ. જયારે સાંજે સૂર્યાસ્ત પછી સાફ- સફાઈ ના કરવી જોઈએ. વાસ્તવમાં સાંજ પછી માં લક્ષ્મીજીના આગમનનો સમય છે. તેથી તે પહેલા ઘરની સફાઈ પૂર્ણ કરી લેવી જોઈએ. તેમ કરવાથી માતા લક્ષ્મીજી તમારા ઘરે જલ્દી આવશે અને ઘરમાં ધન- સંપત્તિ જળવાઈ રહેશે.

તમે સાવરણી ક્યાં રાખો છો તે પણ મહત્વ રાખે છે. તમારે સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તેને કોઈ જોઈ ના શકે. તેને ખુલ્લામાં રાખવાનું ટાળો. કહેવાય છે કે જો ઘરની બહાર કોઈ વ્યક્તિ તમારી સાવરણી જુએ તો તમારા આશીર્વાદ જોઈ શકાય છે. પછી તમારું નુકસાન જ નુકસાન થશે. તે સિવાય સાવરણી ઉભી રાખવાનું પણ ટાળવું જોઈએ. તેને હંમેશા નીચે મુકીને રાખો.

રસોડામાં ક્યારેય સાવરણી કે પોતું ના રાખવું જોઈએ. અન્નના દેવી અન્નપૂર્ણા ત્યાં નિવાસ કરે છે. જો તમે રસોડામાં ગંદા પોતા કે સાવરણી જેવી વસ્તુઓ રાખશો તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થશે. તેમને દુઃખી જોઈને માં લક્ષ્મીજી પણ નારાજ થઈ જશે. પછી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા આવવા લાગશે.

સાવરણીનો ઉપયોગ ક્યારેય કોઈ પ્રાણીને ભગાડવા અથવા જંતુ મારવા માટે ના કરવો જોઈએ. તેમાં સાક્ષાત માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તેમ કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે. તે સિવાય જો આકસ્મિક રીતે સાવરણી પગને અડી જાય તો તેને કપાળ પર સ્પર્શ કરીને તેમની માફી માંગવી. નહિ તો તમારા ઘરમાં ગરીબી અને દુઃખ આવવા લાગશે અને બેસી જશે.

શનિવારે સાવરણી ખરીદવાથી બચવું જોઈએ. સાવરણી ઘરે લાવવા માટે શુક્રવાર સારો દિવસ છે. જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોય તો તરત જ કચરો ના વાળો. તેનાથી તમારું કાર્ય સફળ નહીં થાય. પોતું કર્યા પછી તેને ગંદા ના રાખો.

તેના બદલે તેને સારી રીતે સાફ કરો. નહિ તો તેની ગંદકીના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ જશે અને માં લક્ષ્મીજી ત્યાંથી ચાલ્યા જશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)