તમારે દુશ્મની કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે શું તે ઘાતક તો નથી ને. હા ગ્રહો અનુસાર તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી રાશિઓ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેમના જાતક સાથે દુશ્મની કરવી તમને મોંઘી પડી શકે છે. તો આવો જાણીએ તે રાશિઓ અંગે આ લેખમાં.
મેષ- આ રાશિ પણ મંગળના સ્વમીત્વમાં આવે છે, પરંતુ આ રાશિનો તત્વ અગ્નિ છે. આ રાશિના લોકોનો અહંકાર ઉંચો હોય છે. આમ તો તે ઘણા સારા મિત્ર હોય છે પરંતુ જયારે કોઈ તેમની સાથે ઝગડો કરે છે તો તે ઘણા આક્રમક થઇ જાય છે. પોતાના અહમને તૂટતો જોવો તેમને પસંદ નથી હોતો.
માફીના ગુણ આ રાશિના લોકોમાં ઘણો ઓછો જોવા મળે છે. જો તેમને કોઈ વાત ખોટી લાગી તો સમજવું કે તેને કોઇપણ કિંમતે છોડશે નહીં. તેમનાથી બચવા માંગતા હોવ તો શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો.
વૃશ્વિક- વીંછીની જેમ પોતાના દુશ્મનો પર કરે છે હુમલો. દુશ્મની નિભાવવામાં મંગળના સ્વામિત્વવાળા વૃશ્વિક રાશિના લોકો અવ્વલ હોય છે. આ રાશિના લોકોને કોઈની જોડે મનભેદ કે ઝગડો થઇ ગયો તો તે દુશ્મનને પુરેપુરો પોતાના પગમાં પાડી દેવા સુધીનું વિચરવ અલાગે છે. જ્યાં સુધી આ રાશિના લોકો બદલો ના લે ત્યાં સુધી બેચેન રહે છે, તેઓ પોતાના દુશ્મનને હેરાન કરવાની કોઈ તક નથી છોડતા એટલે તે રાશિના લોકો સાથે વેર ના લેવું,
મકર: આ રાશિના લોકો આમ ઘણા શાંત સ્વભાવના કહેવાય છે. તેમને પોતાના કામથી વધારે અન્ય કોઈ વસ્તુ પસંદ નથી હોતી. પોતાના જીવનને સંતુલિત બનાવવા માટે તેઓ ઘણું સમજી વિચારીને જીવન જીવવું પસંદ કરે છે. જો કે જયારે કોઈ તેમને કે તેમના પ્રિય લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો તે ઘણા ઉત્તેજિત થઇ જાય છે. દુશ્મન સાથે બદલો લીધા બાદ જ તેમને શાંતિ મળતી હોય છે.
કુંભ: શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિના જાતક સ્વભાવથી ઘણા સારા હોય છે. તેમના દરેક કાર્યને સાચી રીતે કરવાનો ગુણ જોવામાં આવે છે. પોતાની સાથે તેઓ બીજા પર પણ અન્યાય ના કરવા ઈચ્છે છે કે ના સહન કરે છે. તેમની વ્યવસ્થિત જીંદગીમાં જયારે કોઈ હલચલ મચાવવાનો પ્રયત્ન કરે છે તો તે ઘણા રઘવાઈ જાય છે. પોતાના દુશ્મનોની જિંદગીને તેઓ પોતાની બુદ્ધિમત્તાથી બરબાદ કરવા પર ઉભા થતા હોય છે.