ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરો આ પાંચ ભૂલ, માતાજી થઇ જશે નારાજ, પરિવારે ભોગવવા પડશે પરિણામ

RELIGIOUS

હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર માસથી શરૂ થઇ રહ્યો છે. બીજી તરફ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ગુડી પડવાથી શરૂ થઇ જશે. ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઇ રહી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચ ૨૦૨૩ ને બુધવારથી શરૂ થઈ રહી છે, જે ૩૦ મી માર્ચ ૨૦૨૩ સુધી ચાલવાની છે.

ચૈત્ર નવરાત્રિમાં માં અંબાની પૂજા કરવામાં આવે છે અને આ દરમિયાન કેટલાક કાર્યો કરવાની સખત મનાઈ હોય છે. ત્યારે નવરાત્રિની શરૂઆત પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લેવા વધુ સારા રહેતા હોય છે જેથી નવ દિવસ દરમિયાન કોઈપણ અવરોધ વિના માતાજીની પૂજા- અર્ચના કરી શકાય.

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ના કરો આ કામ: નવરાત્રિ શરૂ થઇ રહી છે. તેવી સ્થિતિમાં ઘટસ્થાપન પછી અમુક કામો કરવાથી ખાસ દુર રહેવું, જેથી કરીને નવ દિવસ દરમિયાન કોઈપણ અવરોધ વિના તમે સંપૂર્ણ પવિત્રતા સાથે માં અંબાણી પૂજા કરી શકો અને માતાના આશીર્વાદ મેળવી શકો.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન વાળ કપાવવા  પર સખત મનાઈ હોય છે. જો તમે નવરાત્રિ દરમિયાન આ કામ કરશો તો માં અંબા ગુસ્સે થઈ શકે છે. તેથી નવરાત્રિ શરૂ થતાં પહેલાં વાળ કપાવવાનું કામ કરી લેવું જોઈએ અથવા તો નવરાત્રી પછી કરવું જોઈએ. નવરાત્રિમાં વાળ- દાઢી કરાવવાથી પરિવાર પર જોખમ આવે છે.

કાળા રંગ શોક અને બુરાઈનું પ્રતિક માનવામાં આવે છે જયારે નવરાત્રિ આનંદ- ઉલ્લાસનું પર્વ હોય છે તેથી જ નવરાત્રિ દરમિયાન કાળા રંગના કપડા પહેરવાની ના પાડવામાં આવે છે, છતાંપણ પહેરવામાં આવે તો તે માતાજીનું અપમાન કહેવાય છે.

નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધનાના હોય છે, આ દિવસો પવિત્ર કહેવાય છે. આ દિવસમાં ઘરના કોઇપણ સદસ્યે માંસ- મદિરાનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ. તેવું કરવાથી નવરાત્રીની ભક્તિ વ્યર્થ થઇ જાય છે.

લસણ- ડુંગળી ખાવાથી શરીરમાં તામસિક પ્રવૃત્તિ વધે છે જેનાથી માણસનું ધ્યાન ભક્તિ અને આરાધનાથી ભટકી જાય છે, તે જ કારણ હોય છે કે નવરાત્રી દરમિયાન લસણ- ડુંગળી ખાવાની ના પાડવામાં આવે છે, તેના સ્થાને ફળાહાર કરવાનું જણાવવામાં આવે છે.

નવરાત્રિમાં અખંડ જ્યોતનું અલગ મહત્વ રહેલું છે ત્યારે ભૂલથી પણ આ જ્યોત બુઝાવી ના જોઈએ. અખંડ જ્યોત આગળ ઘરનું એક સદસ્ય ઉપસ્થિત રહેવું જ જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *