જ્યોતિષ શાસ્ત્રમાં ૧૨ મૂળ રાશિઓના અલગ અલગ સંકેત હોય છે. તેમાં અગ્નિ અને વાયુના સંકેતોને સકારાત્મક માનવામાં આવે છે. જ્યારે પૃથ્વી અને જળના સંકેતોને નકારાત્મક માનવામાં આવે છે. અગ્નિ અને હવાના સંકેત પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પાણી અને પૃથ્વીના સંકેત સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નકારાત્મક અને સકારાત્મક સંકેતોના આધારે, માનવ જીવનમાં થતા ફેરફારોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને વિવિધ રાશિઓમાં જન્મેલા લોકોના વર્તનનો અંદાજ લગાવવામાં આવે છે. નીચે જણાવેલી રાશિના લોકો લાગણીશીલ, ગતિશીલ અને મોજીલા હોય છે.
મેષઃ મેષ રાશિમાં જન્મેલા લોકોનું વર્તન ખૂબ જ સરળ હોય છે. આ લોકો એટલા ભાવુક હોય છે કે નાની- નાની વાતોને પોતાના દિલ પર લઈ લે છે. આ લોકો તેમના કામ પ્રત્યે સમર્પિત હોય છે અને તેમનું કામ કરાવવામાં પણ સ્માર્ટ હોય છે. તેઓ ક્યારેય સ્થિર નથી રહેતા અને તેમનું મન હંમેશા હકારાત્મક વિચારોથી ભરેલું રહેતું હોય છે.
સિંહ: સિંહ રાશિમાં જન્મેલા લોકોનો વ્યવહાર ખૂબ જ મન- મોજીલો હોય છે. તેઓ ખૂબ જ સક્રિય અને સરળ વ્યક્તિ હોય છે. તેમનો અભિગમ ખુબજ પ્રશંસનીય રહેતો હોય છે. તેઓ તેમનું કોઈપણ કામ કરવા માટે ખૂબ જ સમર્પિત જ રહેતા હોય છે.
ધન: ધન રાશિમાં જન્મેલા લોકોનો વ્યવહાર ખૂબ જ સરળ હોય છે. તેઓ લોકોને સરળતાથી માફ કરી દે છે. તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે પણ થઈ જતા હોય છે. આ વર્તનને કારણે તેઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય રહેતા હોય છે. તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ સક્રિય હોવાને કારણે તમે તમારા લાભ પ્રત્યે સચેત રહો છો.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.