શુક્રવાર રાત્રે ગુલાબી કપડાથી કરેલો આ ગુપ્ત ઉપાય માં લક્ષ્મીને આવવા પર કરી દેશે મજબૂર, જીવનભર કરશે એશ

હિંદુ શાસ્ત્રો અનુસાર શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીજીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા- અર્ચના કરવી અને જ્યોતિષી ઉપાયથી વિશેષ આશીર્વાદ મળે છે. ધનના દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ- અલગ પ્રકારના ઉપાય કરે છે. આજે આપણે એવા જ ઉપાયો વિશે જાણીશું. જે વ્યક્તિને આર્થિક તંગીથી છુટકારો અપાવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે કેટલાક ગુપ્ત ઉપાયો જણાવ્યા છે. શુક્રવારની રાત્રે ગુપ્ત રૂપથી કરેલ ઉપાય વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે. સાથે જ જીવનભર દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી ધન- વૈભવની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શુક્રવારની રાત્રે ગુપ્ત રૂપથી કરેલ આ ઉપાય વ્યક્તિને ધનલાભ કરાવે છે અને જીવનની દરેક સમસ્યા દૂર કરે છે.

શુક્રવારની રાત્રે કરી આ ગુપ્ત ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારની રાત્રે ગુપ્ત રૂપથી અષ્ટ લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ. તેમની સમક્ષ અગરબત્તી પ્રગટાવો અને ગુલાબના ફૂલ અર્પણ કરો. માન્યતા છે કે દેવી અષ્ટ લક્ષ્મીને લાલ માળા ચઢાવવી શુભ માનવામાં આવે છે.

જો તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો અને દેણું પૂરું થવાનું નામ નથી લઇ રહ્યું તો મુઝાવાની નથી વાત. શુક્રવારની રાત્રે ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा મંત્રનો જાપ ૧૦૮ વાર કરો. આ ઉપાય કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થઇ જશે.

શાસ્ત્રો અનુસાર શુક્રવારની રાત્રે એક ગુલાબી રંગનું કપડું લો અને તેના પર શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીજીનો ફોટો સ્થાપિત કરો. આ ઉપાય કરવાથી તમારા વ્યાપારમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે અને વ્યાપારની પ્રગતિ થાય છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.

ભગવાન વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે શુક્રવારની રાત્રે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને વિષ્ણુ ભગવાનનો અભિષેક કરો. તેમ કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધનલાભ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અષ્ટગંધથી શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીજીને તિલક લગાવો. માનવામાં આવે છે આ ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ જીવનની દરેક સમસ્યા દૂર થઇ જાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)