આ ઘટનાઓ આપે છે આવનારા સંકટનો ઈશારો! ના કરો જોયું ન જોયું, નહીંતર પડશે ભારે

RELIGIOUS

આપણી આસપાસની ઘટનાઓ દ્વારા આપણને ભવિષ્યમાં આપણી સાથે શું થવાનું છે તેનો સંકેત મળતો હોય છે. તે ઘટનાઓ આપણને જીવનમાં બનતી સારી અને ખરાબ વસ્તુઓના સંકેત આપે છે. જો તમને પણ આવા સંકેતો મળે છે, તો તરત જ સાવચેત થઇ જાઓ અને તેને ના અવગણવા. જેથી મોટા નુકસાનથી બચીને રહી શકો.

ઘરની છત પર મૃત પક્ષી મળવુંઃ ઘરની છત પર મૃત પક્ષી મળવું શુભ સંકેત નથી માનવામાં આવતું. તેવું થવું બાળકો સાથે જોડાયેલી સમસ્યાનો સંકેત ગણાય છે જેમ કે તેમની તબિયત બગડી શકે છે અથવા તેમને ઈજા થઈ શકે છે.

લીલી તુલસીનું અચાનક સુકાઈ જવુંઃ ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો સાવધાન થઈ જાવ. તે કોઈ દુર્ઘટના થવાનો અથવા દુર્ભાગ્ય થવાનો સંકેત હોય છે. તેવું થવું એ આર્થિક સંકટ અથવા ઘરમાં અન્ય કોઈ આફતની નિશાની ગણાય છે.

તેલ અને દૂધ વારંવાર ઢોળાવા કે ઉતારવા: જો તેલ કે દૂધ વારંવાર પડી જતું હોય, ઢોળાઈ જતું હોય તો તેને સારી નિશાની ના કહી શકાય. તેમ થવું એ સૂચવે છે કે ધંધામાં કે નોકરીમાં નુકસાન થઈ શકે છે. ધન હાનિ થઈ શકે છે અથવા કોઈ અવરોધ આવી શકે છે. એ જ રીતે મીઠાનું પડવું પણ સારું નથી માનવામાં આવતું.

વારંવાર બંધ રહેતી ઘડિયાળઃ જો ઘરમાં કોઈ ઘડિયાળ વારંવાર બંધ થઈ જાય તો તેને તરત જ કાઢી નાખો. નહીંતર તમારા નસીબને બદનસીબમાં ફરવામાં વધુ સમય નહીં લાગે.

અચાનક ઉંઘ ઉડી જવી: જો ઘરના લોકોની અચાનક ઉંઘ ઉડી જાય તો તે મોટો વાસ્તુ દોષ અથવા ઘરમાં નકારાત્મકતા વધવાનો સંકેત છે. જ્યારે તેવું થાય ત્યારે સાવચેત રહો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *