ગ્રહોનો આવો યોગ રાતોરાત બદલી નાખશે આ રાશિઓના લોકોની કિસ્મત, ૩૦ વર્ષ પછી શનિ આપશે શુભ ફળ

RELIGIOUS

તાજેતરમાં ઘણા મોટા ગ્રહોએ પોતાનું રાશિ પરિવર્તન કર્યું છે. તેનો પ્રભાવ તમામ રાશિના જાતકોના જીવન પર સાફ જોવા મળી રહ્યો છે. ગ્રહોનું આ રાશિ પરિવર્તન શશ અને માલવ્ય નામના બે મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં છે, ત્યાં બુધ ગ્રહ પહેલાથી જ બિરાજમાન હોવાના કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તેની સાથે ભદ્ર યોગ પણ બની રહ્યો છે. જયારે શુક્ર ગ્રહ પણ વૃષભ રાશિમાં માલવ્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે અને ૧૩ જુલાઈએ મિથુન રાશિમાં ગોચરથી ત્રીગ્રહી યોગની સાથે- સાથે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે.

જયારે શનિ પણ ૩૦ વર્ષ પછી પોતાની મૂળ ત્રિકોણ રાશિ એટલે મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે. અહી મંગળ બિરાજમાન હોવાથી મેષ રાશિમાં રૂચક યોગ બની રહ્યો છે. બૃહસ્પતિ મીન રાશિમાં હોવાથી હંસ યોગ બની રહ્યો છે અને શનિ શશ યોગનું નિર્માણ કરી રહ્યા છે. તે કારણે આ ચાર રાશિઓની ગોચર કુંડળીમાં ડબલ મહાપુરુષ રાજ યોગ બનવાના કારણે વિશેષ લાભ થવાનો છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોનું ભાગ્ય રાતોરાત બદલવાનું છે.

સિંહ: આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિદેવે ગોચર કર્યું છે. આનાથી શત્રુઓનો પરાજય થશે. જયારે શશ અને માલવ્ય નામના બે રાજયોગ બની રહ્યા છે. આ યોગ આકસ્મિક ધન લાભ કરાવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આ દરમિયાન સંભાળીને રહેવાની જરૂર છે. કોઈ બાબત પર જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ન્યાયિક બાબતમાં સફળતા મળી શકે છે. સાથે જ નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના છે.

વૃષભ: શનિ આ રાશિના નાવમાં ભાગમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તમારી ગોચર કુંડળીમાં બે રાજયોગ બનવાના કારણે દરેક કાર્યોમાં અદભુત સફળતા મળશે. વ્યાપારીઓને લાભ થશે અને સુવિધાઓમાં વધારો થશે. આ દરમિયાન પરિવારનો સાથ મળશે. પ્રવાસના યોગ બની રહ્યા છે.

કુંભ: ગોચર કુંડળીમાં શનિનું ગોચર બારમાં ભાવમાં થઈ રહ્યું છે. તેના કારણે લાંબી યાત્રા અથવા વિદેશ યાત્રાની સંભાવના છે. કરિયરમાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વાહન વગેરે ચલાવતા સમયે સાવધાની રાખવી. બે રાજયોગ ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ કરાવશે.

વૃશ્ચિક: આ રાશિના ત્રીજા ભાવમાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે. બે રાજયોગ નોકરીમાં સકારાત્મક બદલાવ લાવશે. આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વ્યાપારીઓને પહેલાના કાર્યોથી લાભ મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતુ.)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *