ગુરુ બૃહસ્પતિ આજે મીન રાશિમાં માર્ગીય થઈ ગયા છે. દરેક રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ બૃહસ્પતિ આજે સવારે ૦૪:૩૬ કલાકે મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. ચાલો જાણીએ ગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં માર્ગીય થવાથી કઈ કઈ રાશિના જાતકો પર પ્રભાવ પડશે.
મેષ: આ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ બૃહસ્પતિ ૧૨ માં ભાવમાં ગોચર કરશે. આ ગોચરના કારણે જાતકોને યાત્રા પર જવું પડી શકે છે. નોકરી કરતા જાતકો માટે તે સમયગાળા દરમિયાન તેમનું ટ્રાન્સફર પણ થઈ શકે છે. ધંધામાં પણ ઓછો નફો થવાની સંભાવના છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે પરંતુ તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. કોઈની સાથે વાદ- વિવાદ પણ થઈ શકે છે.
વૃષભ: વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ ગ્રહ અગિયારમા ભાવમાં ગોચર કરશે. તેનાથી જાતકોને ઘણા અનુકૂળ પરિણામ મળી શકે છે. કાર્યસ્થળ પર તમે સારું પ્રદર્શન કરી શકશો. પગાર પણ વધી શકે છે અને કરિયર માટે પણ તે સારો સમય સાબિત થઈ શકે છે. નાણાકીય લાભની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.
મિથુન: ગુરુ બૃહસ્પતિ આ રાશિના જાતકોની કુંડળીના દસમા ભાવમાં ગોચર કરશે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધુ રહી શકે છે. વધુ ખર્ચ થવાને કારણે આર્થિક સમસ્યાઓ આવી શકે છે. ખભાના દુખાવાના સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
કર્ક: આ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ નવમા ભાવમાં ગોચર કરશે. કરિયરમાં પ્રગતી મળી શકે છે.વ્યાવસાયિક જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે. તે સમય દરમિયાન તમારો આર્થિક સમય સારો રહી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે.
સિંહ: આ રાશિના જાતકોને પ્રતિકૂળ સમયનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. જો કે તે સમયગાળા દરમિયાન અચાનક ધન લાભ થવાની પણ સંભાવના છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)