ગુરુની સીધી ચાલ, આ રાશિઓને કરશે માલામાલ.. મળશે અતિશય શુભ ફળ

RELIGIOUS

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ એટલે કે બૃહસ્પતિને ગ્રહોના સૌથી લાભદાયક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહની સીધી ચાલ ખુબ જ શુભ માનવામાં આવે છે. હાલમાં ગુરુ ગ્રહ સ્વરાશિ મીનમાં વક્રી છે પરંતુ ૨૪ નવેમ્બર ૨૦૨૨ એ સવારે ૦૪:૩૬ કલાકે મીન રાશિમાં માર્ગીય થયા છે.

માર્ગીય ગુરુ લોકોના જીવનમાં ધન, નોકરી લગ્નની બાબતમાં શુભ ફળ આપશે. ખાસ કરીને પાંચ રાશિના જાતકોને ગુરુ ગ્રહની સીધી ચાલ ખુબ જ લાભદાયક સાબિત થશે. ચાલો જાણીએ કઈ કઈ છે તે રાશિઓ.

કુંભ: માર્ગીય ગુરુ તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. કાર્યોમાં સફળતા મળશે. ભાગ્ય સાથ આપશે. તમને નવી નોકરીની તક મળી શકે છે. વ્યાપારમાં નફો વધશે.

વૃશ્ચિક: આ રાશિના જાતકોના સુવર્ણ દિવસો શરુ થશે. કરિયરમાં નવા- નવા અવસરો મળી શકે છે. આ રાશિના જાતકોને ઉચ્ચ પદ અને પગારમાં વધારો મળી શકે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં મોટો ફાયદો થવાનો છે. તેમના પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. આવકમાં વધારો થશે. વ્યાપાર માટે સમય ઘણો સારો છે. પારિવારિક સંબંધો સારા રહેશે.

કર્ક: કરિયરના ક્ષેત્રમાં નવા રસ્તાઓ ખુલશે. પૈસા, કરિયર અને લગ્નમાં આવતા અવરોધો દૂર થશે. નાણાંકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

કન્યા: આ રાશિના જાતકોને નાણાંકીય લાભ મળી શકે છે. વ્યાપારીઓના નફામાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. માન- સન્માન અને પ્રતિષ્ઠા મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *