આ છે વાળ કપાવવાનો સૌથી શુભ દિવસ, ઝડપથી મળે છે ધન- વૈભવ, યશ!

RELIGIOUS

હિંદુ ધર્મમાં રોજિંદા કાર્યો માટે પણ શુભ દિવસો અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે અઠવાડિયાના કયા દિવસે નખ કાપવા જોઈએ, વાળ કાપવા માટે કયો શુભ દિવસ છે, સ્ત્રીઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ વગેરે. આ સરળ કાર્યો યોગ્ય સમયે કરવા જોઈએ નહીંતર તે ખૂબ નુકસાન પહોંચાડે છે. બીજી તરફ યોગ્ય સમયે કરવામાં આવેલ કામ લાભ આપે છે. આજે આપણે જાણીએ કે વાળ કાપવા માટે કયો દિવસ સારો અને કયો દિવસ ખરાબ હોય છે.

આ દિવસે ના કાપો વાળ: હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના પાંચ દિવસ એવા હોય છે જ્યારે વાળ ના કાપવા જોઈએ. અઠવાડિયાના આ દિવસો વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વાળ કાપવાથી ધનની હાનિ, પ્રતિષ્ઠા હાનિ, શારીરિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે. શું તમે જાણો છો કે વાળ કાપવાની જીવન પર શું અસર પડે છે?

સોમવારઃ માતા- પિતાએ સોમવારે વાળ બિલકુલ ના કાપવા જોઈએ. નહીંતર તે બાળકના જીવનમાં મુશ્કેલી લાવે છે. મંગળવારઃ મંગળવારે વાળ કપાવવાથી આયુષ્ય ઓછું થાય છે.

બુધવારઃ બુધવારે વાળ કાપવાથી ધન લાભ થતો હોય છે. નોકરી- ધંધામાં પ્રગતિની શક્યતાઓ રહેલી છે. ગુરુવાર: ગુરુવારે વાળ કાપવા અશુભ માનવામાં આવે છે. તે સૌભાગ્યને દુર્ભાગ્યમાં ફેરવી શકે છે.

શુક્રવારઃ શુક્રવારે વાળ કાપવા ખૂબ જ શુભ હોય છે. તેનાથી સુંદરતા અને આકર્ષણ વધે છે. જીવનમાં સુખ- સમૃદ્ધિ વધે છે. શનિવાર: શનિવારના દિવસે વાળ કાપવાથી શનિદેવ ક્રોધિત થતા હોય છે અને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ આપે છે.

રવિવાર: રવિવારે વાળ કાપવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. પ્રગતિનો માર્ગ બંધ થઇ જાય છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)