હોળીના દિવસે કરી લો આ સરળ ઉપાય, આખું વર્ષ વરસશે ઢગલાબંધ પૈસા!

હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર ભગવાનના મહાન ભક્ત પ્રહલાદના રક્ષણની યાદમાં ઉજવવામાં આવે છે. રંગોનો આ તહેવાર મનને આનંદથી ભરી દેનાર હોય છે પરંતુ આ બધા સિવાય હોળી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રસંગ પણ હોય છે.

જો હોલિકા દહનના દિવસે કેટલાક આસાન ઉપાયો કરવામાં આવે તો જીવનની ઘણી બધી સમસ્યાઓ તો દૂર થાય જ છે પરંતુ પુષ્કળ ધન પણ મળતું હોય છે. આ વર્ષે હોલિકા દહન ગુરુવાર, ૧૭ માર્ચ, ૨૦૨૨ ના રોજ છે.

હોલિકા દહનના દિવસે કરો આ સરળ ઉપાયઃ નોકરી અને બિઝનેસમાં ધનલાભ મેળવવાના ઉપાયઃ હોલિકા દહનના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી માં લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ અને રાધા- કૃષ્ણની પૂજા કરો. આ પછી, સાંજે પરિવારનો કોઈ સભ્ય એક નારિયેળ લઈને આખા પરિવાર પર ફેરવી દે અને તેને હોલિકા દહનની અગ્નિમાં ફેંકી દે. આ ઉપાયથી પૈસા મેળવવાના ઘણા રસ્તા ખુલી જશે.

ધનની અછત દૂર કરવાની યુક્તિઃ દાનનું ઘણું મહત્વ હોય છે. ખાસ પ્રસંગો પર દાન કરવાથી તેનો અનેક ગણો લાભ મળે છે. હોલિકા દહનનો દિવસ પણ ખાસ હોય છે. નાની હોળીના દિવસે દાન કરવાથી ધનની ઉણપ દૂર થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

આર્થિક સંકટ દૂર કરવાના ઉપાયઃ જો તમે કોઈ આર્થિક સંકટમાં ફસાઈ ગયા હોવ અથવા આર્થિક સમસ્યા ખતમ થવાનું નામ નથી લઈ રહી તો હોલિકા દહન પહેલા લાકડાના ઢગલાનું પૂજન કરો અને તેને મીઠાઈ અને ફળ ચઢાવો. આ પછી હોલિકા દહનના સમયે હોલિકાને અગ્નિમાં ઘઉં, વટાણા અને ચણા અર્પણ કરો.

જો ઘરની સ્ત્રી આ ઉપાય કરે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)