અમદાવાદમાં ‘હોલીવુડ’? શહેરનો આ વિસ્તાર કેમ ઓળખાય છે હોલીવુડ બસ્તી તરીકે? જાણો

અમદાવાદમાં એક વિસ્તાર છે જે ઓળખાય છે હોલીવુડ તરીકે, કહેવાય છે હોલીવુડ બસ્તી. પણ કેમ? આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે હોલીવુડ બસ્તી તરીકે ઓળખાય છે તે કોઈ પોશ એરિયા કે ધનાઢ્ય લોકો રહેતા હોય છે તે નહીં પણ છે ‘ગુલબાઈ ટેકરાની ઝૂપડપટ્ટી – વસ્તી’.

સૌથી પહેલા આપણે જાણી લઈએ આ ગુલબાઈ ટેકરાનો ઈતિહાસ, કેમ તે જગ્યાનું નામ પડ્યું ‘ગુલબાઈ’. ત્યારબાદ જાણીએ કેમ તે કહેવાય છે હોલીવુડ બસ્તી. ગુલબાઈ ટેકરાનો ઈતિહાસ જાણીએ તો, વર્ષોના વર્ષો અગાઉ અમદાવાદ શહેરના આ વિસ્તારમાં એક ધનાઢય પારસી મહિલા સ્વારૂપવાન હોવાથી તેને આ વિસ્તાર ના મારવાડી કારીગરો ગુલાબી બાઈ તરીકે ઓળખાતા હતા.

આ પારસી સ્ત્રીએ આ જમીન કારીગરોને કામ કરવા, ગુજરાન ચલાવવા માટે બે આરસ એટલે કે તે જમાનામાં આઠ પૈસાના માસિક ભાડા પેટે આપી હતી. તે પારસી મહિલાએ તેમના લગ્ન બાદ આ જમીન લગ્નની વિદાયના ભેટ સ્વરૂપે કારીગર- શિલ્પીઓના દરેક કુટુંબને આપી દીધી હતી. આમ આ ગુલાબી સ્વારૂપવાન, દાતાર મહિલાના નામ સાથે આ વિસ્તારને જોડીને આ શિલ્પી કલાકારોએ તેમની યાદ માટે આ વિસ્તારનું નામ ગુલબાઈ ટેકરા આપ્યું.

તે જ પ્રકારે કે જેમ પૌરાણિક કાળની પરંપરા અનુસાર રાજા મહારાજા, શેઠ, દાતાર, ભામાશાઓના નામથી વિસ્તાર કે જગ્યાઓ, ચોક ઓળખાતા હતા. ગુલબાઈ ટેકરામાં મુખ્યત્વે ‘બાવરી’ સુમદાય વસવાટ કરે છે. કેમ કહેવાય છે હોલીવુડ બસ્તી? હકીકતમાં કન્નગી ખન્ના નામની એક ફોટોગ્રાફરે હોલીવુડની ફેમસ અભિનેત્રીઓના પોટ્રેટ સાથે ગુલબાઈ ટેકરાની મહિલાઓ સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી કરી છે.

તેમની આ ફોટોગ્રાફીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખુબ વખાણવામાં આવી. કન્નગીએ તેનો આ અનુભવ thebigindianpicture.com નામની વેબસાઈટ પર પણ શેર કર્યો છે. કન્નગીની આ કલાકારી બાદથી જ ગુલબાઈ ટેકરા અમદાવાદની બહાર પણ ચર્ચામાં આવ્યું અને ત્યારબાદ આ વસ્તી ગુજરાતનું હોલીવુડ કહેવાવા લાગી.

તો બીજી એક એવી પણ દલીલ છે કે, નાટક માટે કલાકાર જોઈતા હોય કે કોઈ ખાસ મૂર્તિ બનાવવી હોય, તમામ અહીં દોડી આવતા હોય છે અને કદાચ એટલે જ આ વિસ્તારનું નામ હોલીવૂડ પડ્યું છે. તો એક વર્ગ તેમ પણ કહે છે કે આ વિસ્તારને હોલીવૂડ નામ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ આર્ટીકલ પસંદ પડ્યો હોય તો શેર જરૂરથી કરજો..!!