જીવનમાં ખુશહાલી માટે લોકો દરેક સારી વસ્તુનો આશરો લે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ કેટલીક આવી વાતો અંગે કહેવામાં આવ્યું છે, કે જે પરિવારમાં સુખ- શાંતિ માટે મદદરૂપ થાય છે. હકીકતમાં ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં વિન્ડ ચાઇમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. નાની ઘંટડીઓમાંથી બનેલા વિન્ડ ચાઈમ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. ઘરની સુંદરતા વધારવાની સાથે તે શુભ પણ હોય છે. જાણો કેવી રીતે વિન્ડ ચાઇમ વાસ્તુ દોષોને દૂર કરે છે અને ઘરમાં દરેક પ્રકારની ખુશીઓ લાવે છે.
વિન્ડ ચાઈમ લગાવવાની સાચી દિશા: બજારમાં વાંસ, ક્રિસ્ટલ, ફાઈબર, મેટલ, લાકડા અને મેટલના વિન્ડ ચાઈમ મળતા હોય છે. ફેંગશુઈ અનુસાર ઘરની પશ્ચિમ અથવા ઉત્તર- પશ્ચિમ દિશામાં ધાતુની વિન્ડ ચાઇમ લગાવવી શુભ હોય છે. બીજી તરફ, વાંસની વિન્ડ ચાઇમ દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવી સારી રહે છે.
વિન્ડ ચાઈમ ક્યાં લગાવવીઃ ઘરના મુખ્ય દરવાજા પર વિન્ડ ચાઈમ લગાવવી સૌથી યોગ્ય હોય છે. આ સિવાય તેને દરવાજાની વચ્ચે પણ લગાવી શકાય છે. તેને બારી પાસે લટકાવવાથી પણ ઘરમાં શુભતા આવે છે. ઉપરાંત ગાર્ડન અથવા લૉનમાં વિન્ડ ચાઈમ લગાવી શકાય છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં વિન્ડ ચાઈમ લગાવવાથી પૈસા સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી.
ઘરમાં પ્લાસ્ટિક વિન્ડ ચાઈમ ના લગાવોઃ ઘરમાં પ્લાસ્ટિકની વિન્ડ ચાઈમ ના લગાવવી જોઈએ, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. જ્યાં વિન્ડ ચાઈમ હોય છે ત્યાં ઘરમાં સુખ- સમૃદ્ધિ રહે છે. પરિવારના સભ્યોના એકબીજા સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેતા હોય છે.
આ સિવાય ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. સાથે જ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે. ફેંગશુઈના નિષ્ણાતો માને છે કે પાંચ અથવા સાત સળિયાવાળી વિન્ડ ચાઈમ સૌથી વધુ શુભ હોય છે. જો તેને ઘરમાં લગાવવામાં આવે તો પરિવારના સભ્યોનો ભાગ્યોદય થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)