ભવિષ્યની ઘટનાઓના સંકેતો આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર અને શુકન શાસ્ત્રમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઘણીવાર ઘરમાં કેટલાક નાના જીવો પણ આવતા હોય છે, જેમ કે કીડી, ઉંદર, છછુંદર, ગરોળી, કાનખજૂરા વગેરે. આ જીવો જે ઘણીવાર ઘરમાં જોવા મળતા હોય છે, ભવિષ્યની ઘટનાઓના મહત્વપૂર્ણ સંકેતો આપે છે.
ગરોળી વિશે પણ ઘણી માન્યતાઓ હોય છે. ચાલો જાણીએ કે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરના કયા ભાગમાં ગરોળી દેખાવી શુભ માનવામાં આવે છે. તેમજ ગરોળીથી સંબંધિત કયા સંકેતોને અશુભ માનવામાં આવે છે.
ગરોળી સંબંધિત મહત્વના શુભ અને અશુભ સંકેતો: નવા ઘરમાં મૃત ગરોળી જોવીઃ જો તમે નવા ઘરમાં કે નવા ધંધાકીય સંસ્થાનમાં પ્રવેશ કરી રહ્યા હોવ અને ત્યાં મૃત ગરોળી દેખાય તો તેને શુભ ના કહી શકાય. તે ઘરના કોઈ સભ્યની બીમારી અથવા પૈસાની ખોટ સૂચવે છે. તેવી સ્થિતિમાં વિધિ- વિધાન અનુસાર પૂજા કર્યા પછી જ પ્રવેશ કરો. નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાય પણ કરો.
ઘરના મંદિરમાં ગરોળી જોવી: જો ઘરના મંદિરમાં ગરોળી જોવા મળે તો તે લોટરી લાગવાનો સંકેત હોય છે. ગરોળીનો સંબંધ માં લક્ષ્મી સાથે હોય છે અને મંદિરમાં ગરોળીનું દેખાવું માં લક્ષ્મીના આશીર્વાદનો સ્પષ્ટ સંકેત હોય છે. એટલે કે તમને જલ્દી જ ઘણા પૈસા મળવાના છે. આ સાથે ઘરમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે.
ત્રણ ગરોળી એકસાથે જોવી: જો ઘરમાં 3 ગરોળી એકસાથે જોવા મળે તો તેને પણ શુભ સંકેત કહી શકાય. આ ઘરમાં સુખ- સમૃદ્ધિની નિશાની છે. બે ગરોળીને લડતી જોવી: ઘર, ઓફિસ કે વ્યાપારિક સ્થળે બે ગરોળીને લડતી જોવી અશુભ હોય છે.
તે જીવનમાં કોઈ સંકટ આવવા, વિવાદમાં ફસાઈ જવાનો સંકેત આપે છે. જો ઘરમાં તે જોવા મળે છે, તો તે ઘરમાં ક્લેશ થવાનું સૂચવે છે. તેવી સ્થિતિમાં કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)