ઘરમાં રાખી લો ફેંગશુઈની આ ત્રણ વસ્તુ, ચાલીને સામેથી આવશે માં લક્ષ્મી, ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા

વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈમાં પણ ઘણી એવી વાતોવિષે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં રાખવાથી વ્યક્તિની પ્રગતિના અનેક દરવાજા ખુલી જાય છે. એવું માનવામાં આવે છે કે તે વસ્તુઓ ઘર અથવા ઓફિસ વગેરેમાં રાખવાથી આસપાસનું વાતાવરણ સકારાત્મક બને છે અને વ્યક્તિના જીવનમાં સુખ- સમૃદ્ધિ આવે છે.

આજે આપણે ફેંગશુઈમાં એવી ત્રણ વસ્તુ વિશે જાણીશું, જે વ્યક્તિના સૂતેલા ભાગ્યને જગાડે કરે છે અને તેમની પ્રગતિના દ્વાર ખોલે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે તેમને રાખવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. ચાલો જાણીએ.

ફેંગશુઈ ઊંટ- ફેંગશુઈમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં રાખવાથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. તેમાંથી એક ફેંગશુઈ ઊંટ છે. તેને સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ ફેંગશુઈ ઊંટને ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે અને વ્યક્તિની આવકના સ્ત્રોત પણ વધે છે. તેને ઓફિસ વગેરેમાં પણ રાખી શકાય છે. સકારાત્મક પરિણામો માટે તેને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો.

કાચબો: ફેંગશુઈ અનુસાર ઘરમાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તેને ઉત્તર દિશામાં રાખવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વ્યવસાયમાં આર્થિક લાભ માટે ઓફિસમાં સ્ફટિક કાચબો રાખો. આ સાથે ધ્યાનમાં રાખો કે કાચબાને પાણીના વાસણમાં રાખો. કાચબાને રાખતી વખતે ધ્યાન રાખો કે તેનું મોં અંદરની તરફ હોવું જોઈએ. જેથી ઘરમાં સુખ- સમૃદ્ધિ રહે.

ફેંગશુઈ બિલાડી- ફેંગશુઈમાં બિલાડીની મૂર્તિ પણ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં બિલાડીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તેને ઓફિસ કે ઘરમાં રાખવામાં આવે તો તે સૌભાગ્ય અને સંપત્તિ લાવે છે. આ વિવિધ રંગની મૂર્તિઓની અસર પણ અલગ- અલગ જ રહેતી હોય છે.

સોનેરી રંગની બિલાડી સંપત્તિને આકર્ષતી હોય છે. તેથી ઘર અથવા ઓફિસમાં આ રંગની બિલાડી રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં લીલી બિલાડી રાખવાથી સૌભાગ્ય મળે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)