શરીરના કોઈ પણ અંગ પર ગરોળીનું પડવું અને ઘરમાં ગરોળી જોવાના ઘણા સંકેતો હોય છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં તેના શુભ અને અશુભ સંકેત જણાવ્યા છે. ચાલો જાણીએ કે ઘરના કયા સ્થાન અને શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું કઈ વાતનો સંકેત માનવામાં આવે છે.
ઘરના મદિરમાં ગરોળી દેખાવી: ઘરનું મદિર અથવા પૂજા સ્થળ પર ગરોળી દેખાવી શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા અનુસાર તે માં લક્ષ્મીજીની કૃપા હોઈ શકે છે. સાથે જ ધન લાભ થવાની સાથે ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે.
ગરોળીઓને ઝગડતા જોવી: ઘર અથવા વ્યાપાર સ્થળ પર બે ગરોળી એક બીજા વચ્ચે ઝગડતી જોવી અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેવા પ્રકારની ગરોળી જોવાથી ભવિષ્યના સમયમાં કોઈ મોટી સમસ્યા થઇ શકે છે. કોઈની સાથે વિવાદ થઇ શકે છે અથવા તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો.
માથા પર ગરોળી પાડવાનો અર્થ: શરીર પર ગરોળી પડવી શુભ સંકેત માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર અનુસાર ગરોળી માથા પર પડે તો તમને કોઈ સંપત્તિથી લાભ થવાનો છે.
નાક પર ગરોળી પડવી: નાક પર ગરોળી પડવી શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા છે કે જો ગરોળી નાક પર પડે તો જલ્દી જ તમારું ભાગ્ય બદલી શકે છે અને તમને ઘણા લાભ પણ મળી શકે છે.
ગાલ પર ગરોળી પડવી: ગરોળીનું નાક પર પડવું પણ શુભ માનવામાં આવે છે. જો જમણા ગાલ પર ગરોળી પડે તો તમારી ઉંમર વધી શકે છે અને જો તે ડાબા ગાલ પર પડે તો તમે જલ્દીથી કોઈ જૂના મિત્રને મળી શકો છો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)