ઘરમાં તુલસીનો છોડ આ સમયે લગાવવો હોય છે શુભ, રહેશે માં લક્ષ્મીની કૃપા

હિંદુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેવું માનવામાં આવે છે કે તુલસીની નિયમિત પૂજા કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ- સમૃદ્ધિ રહે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તુલસીના સકારાત્મક લાભ માટે તેને યોગ્ય દિશામાં, યોગ્ય સ્થાન પર લગાવવાની સલાહ આપવામાં આવી છે. તુલસીને લીલી રાખવા અને માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ફક્ત એટલું જ પૂરતું નથી હોતું. બલ્કે યોગ્ય સમયે તુલસીનું વાવેતર કરવાથી પણ તે યોગ્ય રીતે ખીલે છે.

આવો જાણીએ તુલસીનો છોડ લગાવવાનો યોગ્ય સમય. આ સમયે ઘરમાં લગાવો તુલસીનો છોડ: હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. પરંતુ હજુ પણ કેટલાક ખાસ દિવસનું અલગ જ મહત્વ હોય છે. જો આ દિવસે તુલસીનો છોડ લગાવવામાં આવે તો દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવવા માંગો છો તો કારતક માસ શ્રેષ્ઠ મહિનો હોય છે. અને કારતક માસના ગુરુવારે ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત ચૈત્ર મહિનામાં ગુરુવાર અને શુક્રવારે તુલસીનો છોડ પણ લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે જો એપ્રિલથી જૂન વચ્ચે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો છોડનો વિકાસ સારો થાય છે પરંતુ આ માટે, છોડને સૂર્યપ્રકાશ અને ગરમીથી બચાવવા માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેતી હોય છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો શનિવારે ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ સાથે તુલસીનો છોડ લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને અભિજીત મુહૂર્તમાં જ લગાવવો જોઈએ. જણાવી દઈએ કે અભિજીત મુહૂર્ત દરરોજ સવારે ૧૧:૨૧ વાગ્યાથી શરૂ થઈને ૧૨:૦૪ સુધી હોય છે.

તુલસીનો છોડ રોપવાના જેમ દિવસો હોય છે તે જ રીતે તુલસીનો છોડ ના વાવવાના દિવસો પણ જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર, રવિવાર અને બુધવારે તુલસીનો છોડ ભૂલથી પણ ના લગાવવા, આ ઉપરાંત એકાદશી તિથિ પર પણ તુલસીના છોડ ના વાવવા જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)