હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. તેને ધનના દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં તુલસીના છોડની હાજરી ખૂબ જ શુભ કહેવાય છે કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મકતા અને સુખ- સમૃદ્ધિ આવે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને તેની દરરોજ પૂજા કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા રહે છે.
ભગવાન વિષ્ણુજીની પૂજા તુલસીના પાંદડા ચઢાવ્યા વિના અધૂરી માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં વિષ્ણુ પ્રિય તુલસીને ઘરમાં રાખવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો તે નિયમોનું પાલન કરવામાં ના આવે તો માત્ર તુલસી પૂજાનું ફળ જ નથી મળતું પરંતુ માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજી પણ ગુસ્સે થઈ શકે છે.
આ ઘરોમાં ના રાખવો જોઈએ તુલસીનો છોડ: ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં નોનવેજ અને આલ્કોહોલનું સેવન થતું હોય ત્યાં તુલસીનો છોડ ના રાખવો જોઈએ. એટલું જ નહીં જો તમે નોનવેજનું સેવન કર્યું હોય અથવા નશો કર્યો હોય તો તમારે તુલસીના છોડને હાથ ના લગાવવો જોઈએ. તેમ કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને પરિવારને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે તે ઘરમાં ભૂલથી પણ તુલસીનો છોડ ના લગાવવો જોઈએ. સ્ત્રીઓને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં મહિલાઓનું અપમાન કરવું એટલે દેવી લક્ષ્મીનું અપમાન કરવું. જો આવા ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની દરરોજ પૂજા કરવામાં આવે તો પણ તે પૂજાનું યોગ્ય ફળ નથી મળતું.
તુલસીના છોડ સંબંધિત નિયમનું પાલન કરવું જરૂરી છે: તુલસીના છોડને ઉત્તર અથવા ઉત્તર- પૂર્વ દિશામાં રાખવું ખૂબ જ શુભ છે. તે દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે. તો બીજી તરફ તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી અનેક પરેશાનીઓ અને દુ:ખ આવી શકે છે.
તુલસીનો છોડ હંમેશા સન્માન સાથે લગાવવો જોઈએ અને સન્માન સાથે રાખવો જોઈએ. એટલા માટે ઘરોમાં જ્યાં તુલસી રાખવામાં આવે છે તેને તુલસી કોટ કહેવામાં આવે છે. તેને સારો શણગારવામાં આવે છે. તેની આજુબાજુ સ્વચ્છતા જાળવવામાં આવે છે. જમીનમાં તુલસીનો છોડ લગાવવાની ભૂલ ક્યારેય ના કરો. તેવું કરવાથી પરિવારમાં મુશ્કેલી આવી શકે છે.
તુલસીના છોડમાં રવિવાર અને અગિયારસના દિવસે જળ ના આપો અને તે દિવસે તુલસીના છોડને અડવું પણ નહી અને પાંદડા તોડવા પણ ના જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)