કેતુની કૃપા બનાવશે માલામાલ! જાણો ચાર રાશિના લોકોને મળશે જબરદસ્ત સફળતા..

RELIGIOUS

જ્યોતિષમાં ગ્રહ ગોચરનું ખૂબ મહત્વ છે. ગ્રહોની ચાલમાં પરિવર્તન તમામ ૧૨ રાશિના જીવનને અસર કરે છે. વર્ષ ૨૦૨૩ માં શનિ, રાહુ અને કેતુ જેવા ત્રણેય મહત્વપૂર્ણ અને સૌથી ધીમા ગતિશીલ ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. શનિ અઢી વર્ષમાં અને રાહુ- કેતુ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરતા હોય છે. બીજી તરફ રાહુ-કેતુ હંમેશા વક્રી ચાલ ચાલે છે.

આ વર્ષે ૩૦ ઓક્ટોબરે રાહુ અને કેતુ ગ્રહ ગોચર કરશે. રાહુ મેષ રાશિમાં ગોચર કરશે અને કેતુ ગોચર પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે. કેતુના ગોચરને કારણે કેટલાક લોકોના ભાગ્ય ખુલશે. આવો જાણીએ કે કઈ રાશિમાં કેતુનું રાશિ પરિવર્તન કરિયર અને આર્થિક બાબતોમાં ઘણો લાભ પહોંચાડશે.

કેતુ ગોચરનો રાશિઓ પર શુભ પ્રભાવ – વૃષભઃ કેતુનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ રાશિના લોકોને સારા સમાચાર મળશે. તમારી અત્યાર સુધી ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે. તમને અપાર સંપત્તિ મળશે. કરિયરમાં મોટું પદ અને પૈસા મળશે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે.

સિંહ: કેતુનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકોનું ભાગ્ય સુધારશે. પદ અને પૈસાની સાથે તમને સન્માન પણ મળશે. પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરી શકો છો. મિલકતમાંથી લાભ થશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. સંબંધો વધુ સારા બનશે.

ધનઃ કેતુનું ગોચર ધન રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે. ધન રાશિના જાતકોને ઘણો લાભ થશે. પૈસા મળશે. કરિયરમાં મોટી સફળતા મળશે. વેપારમાં નફો વધશે. સંબંધ અને સ્વાસ્થ્ય સારું રહેશે.

મકરઃ કેતુનું ગોચર મકર રાશિના લોકોને મજબૂત લાભ આપશે. ધન મેળવવાના નવા રસ્તાઓ બનશે. નોકરી કરનારાઓને પ્રમોશન- ઇન્ક્રીમેન્ટ મળશે. વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે. આવકમાં વધારો થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *