રાજા જેવું જીવન જીવે છે એવા લોકો, જેમના હાથમાં હોય છે આ ખાસ નિશાન

RELIGIOUS

હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીની રેખાઓ સિવાય વિશેષ ચિહ્નોનું પણ વિશેષ મહત્વ હોય છે. અલગ- અલગ પર્વતો પર જોવા મળતા ચિહ્નો વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને પતન વિશે ઘણા સંકેતો આપતા હોય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીના કેટલાક સંકેતો શુભ સંકેત આપતા હોય છે તો કેટલાક અશુભ. વાસ્તવમાં હથેળીમાં એવા કેટલાક સંકેતો હોય છે જે વ્યક્તિને સુખ આપે છે. આવો જાણીએ હાથના કેટલાક ખાસ સંકેતો વિશે.

હથેળીમાં આ નિશાનોને માનવામાં આવે છે શુભ: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં સ્વસ્તિક જેવું ચિન્હ ખૂબ જ શુભ હોય છે. જેની હથેળીમાં સ્વસ્તિક ચિન્હ હોય છે તેમને અપાર ધન, સામાજિક પ્રતિષ્ઠા અને તમામ પ્રકારના સુખ મળતા હોય છે.

હાથમાં શંખનું ચિહ્ન ખૂબ જ શુભ હોય છે. આ નિશાન વ્યક્તિને દરિયાઈ સફર કરાવતું હોય છે. આ સાથે આવા નિશાન ધરાવતા લોકો વિદેશ પ્રવાસ પણ કરતા હોય છે.

જો હાથમાં ત્રિકોણનું ચિહ્ન હોય તો વ્યક્તિ મોટી સંપત્તિનો માલિક બનતો હોય છે. આવા લોકોને ધન લાભની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ મળતી હોય છે. આ સિવાય પદ્મનું નિશાન વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા અપાવતું હોય છે.

વળી, આવા લોકો રાજા જેવું જીવન જીવતા હોય છે. તેમને તમામ સુવિધાઓ મળતી હોય છે. હથેળીમાં ષટ્કોણનું નિશાન વ્યક્તિને ધનવાન અને અનેક ગુણોનો માલિક બનાવે છે. તેમજ ચક્રની નિશાની વ્યક્તિને વૈભવશાળી અને ધનવાન બનાવે છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં તલવારનું નિશાન ખૂબ જ શુભ હોય છે. આ નિશાની સૂચવતી હોય છે કે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ નસીબદાર બનશે. જો હથેળીમાં છત્રનું નિશાન હોય તો વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે.

બીજી બાજુ હથેળીમાં હંમેશા માછલીની નિશાની હોય છે તેમને હંમેશા નસીબનો સાથ મળતો રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *