આ દિવસે છે લક્ષ્મી પંચમી, જરૂરથી કરી લો આ સરળ ઉપાય.. આખું વર્ષ વરસશે માતાજીની કૃપા

RELIGIOUS

ચૈત્ર સુદ પાંચમને લક્ષ્મી પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ સાથે આ દિવસે લક્ષ્મી પંચમીનું વ્રત પણ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તેની સાથે ઘરમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલે છે. આવો જાણીએ આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી.

લક્ષ્મી પંચમી પૂજાવિધિ: આ દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને માં લક્ષ્મીની પૂજા કરો. પૂજા દરમિયાન માતાજીને અનાજ, હળદર અને ગોળ અર્પણ કરો. આ દિવસે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ યંત્રની સ્થાપના કર્યા પછી શ્રીસૂક્ત અને કમળના ફૂલના મંત્રથી હવન કરો.

હવન પછી માતાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો. આ પછી દેવી લક્ષ્મીને લાલ ફૂલ અને ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો ચઢાવો. આ સિવાય આ દિવસે દેવી લક્ષ્મીને ખીરનો ભોગ ચડાવવો જોઈએ.

લક્ષ્મી પંચમી મંત્ર: લક્ષ્મી બીજ મંત્ર- ओम् ह्रीं श्रीं लक्ष्मीभयो नमः મહા લક્ષ્મી મંત્ર: ओम् श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ओम् श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम: ઓમ લક્ષ્મી ગાયત્રી મંત્ર: ओम् श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्

દાનનું છે વિશેષ મહત્વઃ શાસ્ત્રો અનુસાર લક્ષ્મી પંચમીના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. તેમજ આ દિવસે ગાયને ખવડાવો, કારણ કે આ દિવસે ગાયને ખવડાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *