વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમય સમય પર રાશિ બદલીને શુભ યોગ બનાવે છે. તમને જણાવી દઈએ કે ૧૯ નવેમ્બરે ગુરુ અને ચંદ્રથી ગજકેસરી યોગ અને સંસપ્તક યોગ બની રહ્યો છે. જેના કારણે આ બંનેના યોગથી મહાસામ્રાજ્ય યોગની રચના થઈ રહી છે.
આ યોગના સર્જનથી તમામ રાશિઓ સાથે દેશ અને દુનિયા પર અસર થશે પરંતુ ત્રણ તેવી રાશિ છે, જેમના માટે આ યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.
મીનઃ તમારા માટે ગોચર કુંડળીના નવમાં ભાવમાં મહાસામ્રાજ્ય યોગ રચાઈ રહ્યો છે. જેને નસીબ અને વિદેશ યાત્રાનું સ્થાન પણ કહેવામાં આવે છે. એટલા માટે આ સમયે ભાગ્ય તમારો સાથ આપી શકે છે. આ સાથે વિદેશ પ્રવાસની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે.
બીજી બાજુ તમારા અટકેલા સરકારી કામ આ સમય દરમિયાન થઈ શકે છે. આ સમયે બૃહસ્પતિના પ્રભાવને કારણે સમાજને લગતા શુભ કાર્યોમાં પણ તમારું ધન ખર્ચ થઈ શકે છે. આ સાથે ઘરમાં ધાર્મિક અને શુભ કાર્યક્રમો પણ યોજી શકાય છે.
મકરઃ મકર રાશિના જાતકો માટે મહાસામ્રાજ્ય યોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના અગિયારમાં ભાવમાં આ યોગ બની રહ્યો છે. જે કારકિર્દી અને આવકનું સ્થાન ગણાય છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની શક્યતાઓ રહેલી છે.
સાથે જેઓ નોકરી કરતા હોય અને તેમના પ્રમોશનની વાત થઈ શકે. આ ઉપરાંત તમને કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકોનો સહયોગ મળી શકે છે. બીજી બાજુ, જો તમે બિઝનેસમેન છો, તો મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.
કુંભ: મહાસામ્રાજ્ય યોગ તમારા માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના દસમાં ભાવમાં બની રહ્યો છે. જેને કારકિર્દી અને નોકરીના ભાવ તરીકે ગણવામાં આવે છે. એટલા માટે આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.
બીજી તરફ ગુરુના પ્રભાવને કારણે પ્રતિયોગી વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકે છે. તો તમારું મનોબળ વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઉપરાંત, જો તમે નવો બિઝનેસ ખોલવા માંગતા હો, તો તમે તેને ખોલી શકો છો. ગ્રહોની ચાલ અનુકૂળ છે.