મહાશિવરાત્રીના દિવસે જરૂરથી કરો આ ઉપાય, મળશે મનોચ્છિત નોકરીનું વરદાન, ધન પ્રાપ્તિનો બનશે બનશે યોગ

RELIGIOUS

મહા શિવરાત્રીનો પવિત્ર તહેવાર ફાગણ વદ ચૌદશના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે ૧ માર્ચ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. આ દિવસે ભોલેનાથના ભક્તો શ્રધ્ધા અને આસ્થા સાથે ઉપવાસ રાખે છે.

આ સાથે તેઓ ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરે છે. કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરવાથી અનંત ગણું વધારે ફળ મળે છે. ભક્તો વિવિધ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શિવની પૂજા કરે છે.

જો તમે પણ ઈચ્છિત નોકરીની ઈચ્છા રાખો છો તો મહાશિવરાત્રિ પર કેટલાક ઉપાયો ફાયદાકારક સાબિત થશે. આવો જાણીએ મહાશિવરાત્રિ પર મનવાંછિત કામ માટે કયા ઉપાય કરવા જોઈએ.

નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે: મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવને અભિષેક ચાંદીના લોટા કે પાત્રથી કરો. શિવલિંગ પર અભિષેક કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરતા રહો. શિવ પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ કરો. આ કર્યા પછી, શિવને પ્રણામ કરતી વખતે, તેમની પાસે વ્યવસાય અથવા નોકરીમાં સફળતા માટે પ્રાર્થના કરો.

ધન પ્રાપ્તિ માટે: મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવને પંચામૃતથી અભિષેક કરો. શિવલિંગ પર પંચામૃતની સામગ્રી એક-એક કરીને ચઢાવો. છેલ્લે શિવલિંગ પર જળથી અભિષેક કરો. શિવને જળ અર્પિત કર્યા પછી ‘ओम् नमः पर्वतीपतये’ આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરો. આ કર્યા પછી ધન પ્રાપ્તિ અને આવકમાં વૃદ્ધિ માટે ભગવાન શિવની પ્રાર્થના કરો.

ઉત્તમ સ્વાસ્થ્ય માટે: મહાશિવરાત્રિના દિવસે સવારની પૂજા ઉપરાંત સાંજે શુદ્ધ ગાયના ઘીથી માટીનો દીવો ભરો અને થોડી માત્રામાં કપૂર નાખો. આ પછી ચાર નારાછડી બનાવીને પ્રગટાવી દો. આ સિવાય પાણીમાં દૂધ, સાકર, અક્ષત મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો. આ કરતી વખતે ૧૦૮ વાર ‘ઓમ નમઃ શિવાય’ નો જાપ કરો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે.

લગ્ન માટેઃ જો લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવતી હોય અથવા શ્રેષ્ઠ જીવનસાથીની ઈચ્છા હોય તો મહાશિવરાત્રીના શુભ અવસર પર સાંજે પીળા વસ્ત્રો પહેરીને શિવ મંદિરમાં જવું. આ પછી તમારી ઉંમરના બરાબર બિલીપત્ર લેવા.

બધા બિલીપત્ર પર પીળા ચંદન લગાવો અને ભગવાન શિવને અર્પણ કરો. દરેક બિલીપત્ર ચઢાવતી વખતે ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરતા રહો. આ કર્યા પછી, ધૂપથી શિવની પૂજા કરો અને જલ્દી લગ્ન થાય તેના માટે પ્રાર્થના કરો. તેવું કરવાથી મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published.