મકર સંક્રાંતિ પર ગ્રહોનો મહાસંયોગ, શનિ-શુક્ર-સૂર્ય આપશે ચાર રાશિના લોકોને ગજબ બમ્પર લાભ

RELIGIOUS

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાજા સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જાન્યુઆરી ૨૦૨૩ માં સૂર્ય ગોચર ૧૪ જાન્યુઆરી શનિવાર રાત્રે થશે. તેના બીજા દિવસે મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. સૂર્યદેવના ગોચરથી મકર સંક્રાંતિના દિવસે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.

વાસ્તવમાં મકર રાશિમાં શનિદેવ અને શુક્ર પહેલાથી જ બિરાજમાન છે. તેવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર ગ્રહની યુતિથી ત્રિગ્રહી યોગ બનશે. તેનો પ્રભાવ દરેક ૧૨ રાશિઓ પર પડશે. ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકો માટે સૂર્ય ગોચરથી બની રહેલ ત્રિગ્રહી યોગ શુભ સાબિત થશે.

મેષ: મકર સંક્રાંતિ પર બની રહેલ ત્રિગ્રહી યોગ મેષ રાશિના જાતકો માટે ખુબ જ શુભ છે. આ રાશિના જાતકોને કામકાજમાં સારો લાભ મળશે. નવી નોકરી મળી શકે છે. તમારા કામની પ્રશંસા થઇ શકે છે. વ્યાપારીઓનું કામ સારું ચાલશે અને સારો નફો પણ મેળવશે.

મિથુન: મકર સંક્રાંતિ પર બની રહેલ ત્રિગ્રહી યોગ મિથુન રાશિના જાતકોને સારો લાભ કરાવશે. આ રાશિના જાતકોને સૌથી વધુ લાભ સ્વાસ્થ્યની બાબતમાં થશે. કોઈ જૂની બીમારીથી પરેશાન હતા તો તેમાંથી છુટકારો મળશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. દરેક કામમાં સફળતા મળશે. કરિયરની દ્રષ્ટિથી ઘણી નવી તકો મળી શકે છે.

કર્ક: મકર સંક્રાંતિ પર શનિ, સૂર્ય અને શુક્ર ગ્રહની યુતીથી બની રહેલ ત્રિગ્રહી યોગ કર્ક રાશિના જાતકોને ઘણો લાભ આપશે. વૈવાહીક જીવનમાં ખુશીઓ આવશે. ભાગીદારીમાં વ્યાપાર કરતા જાતકોને લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. અપરિણીત જાતકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક: સૂર્ય ગોચરથી બની રહેલ ત્રિગ્રહી  યોગ વૃશ્ચિક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધારશે. સરકરી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળશે. કરિયર માટે આ સમય ખુબ જ શુભ સાબિત થશે. ઘર- પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *