મંગળ માર્ગીય થઈને કરાવશે ચાર રાશિ પર નોટોનો વરસાદ, બસ કરવું પડશે આ કામ

RELIGIOUS

દરેક ગ્રહ- નક્ષત્રનો કોઈને કોઈ રાશિ સાથે સંબંધ હોય છે. તેવી સ્થિતિમાં જયારે પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. વક્રી અથવા માર્ગીય થઇ જાય છે તો તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ માં મંગળ ગ્રહ માર્ગીય એટલે કે સીધી ચાલ ચાલવાના છે.

મંગળ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગીય થશે પરંતુ તેનો પ્રભાવ દરેક ૧૨ રાશિઓ પર પડશે. મંગળ ગ્રહને હિંમત, સાહસના કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળ માર્ગીય થતા જ ઘણી રાશિના જાતકોની પ્રગતિના રસ્તા ખુલી જશે અને તેમને ખુબ જ ધનલાભ મળશે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

સિંહ: મંગળ માર્ગીય થઈને સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવશે. તે સમયે કરિયરને નવો આયામ મળશે. આ રાશિના જે જાતકો નવી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા તે સમયમાં પૂરી થઈ શકે છે. સાથે જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.

વૃશ્ચિક: મંગળ માર્ગીય થવાથી વૃશ્ચિક રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં પરિવર્તનની તકો પણ છે. ધન લાભના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

ધન: ધન રાશિના જાતકો માટે પણ સારા દિવસો આવવાના છે. મંગળ સીધી ચાલ ચાલતા જ રોકાણમાં ઘણો ફાયદો થશે. કરિયરમાં પ્રગતિની તકો મળશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે અને જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.

મીન: મંગળની સીધી ચાલ ચાલતા જ મીન રાશિના જાતકોનો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તે દરમિયાન તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે. માનસિક શાંતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

ઉપાય: જો તમે મંગળને મજબૂત કરવા ઈચ્છો છો તો રોજ બજરંગબલીની પૂજા કરો. મંગળવારના ૨૧ વ્રત રાખો. દરરોજ સવારે સ્નાન કર્યા પછી લાલ કપડાં પહેરો. ત્યાર પછી ओम क्रां क्रीं क्रौं स: भौमाय नम: મંત્રનો જાપ ૩, ૫ અથવા ૭ માળા સુધી કરી શકાય છે. આ ઉપાયો કરવાથી તમને મંગળની શુભતા પ્રાપ્ત થશે અને તમારી સફળતાના માર્ગ ખુલશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *